<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 15th January 2026

કરુણા અભિયાન: ગુજરાતમાં મકરસંક્રાંતિ પર ૫,૪૩૯ ઘાયલ પક્ષીઓમાંથી ૯૧ ટકાનો જીવ બચાવાયો

કુલ ૫,૪૩૯ પક્ષીઓને સારવાર અપાઈ એ પૈકી ૪,૯૩૭ પક્ષીઓને સફળતાપૂર્વક બચાવી લેવાયા જે કુલ સારવાર પામેલા પક્ષીઓના ૯૧ ટકા

અમદાવાદ : ગુજરાતમાં મકરસંક્રાંતિ પર ૫,૪૩૯ ઘાયલ પક્ષીઓમાંથી ૯૧ ટકાનો જીવ બચાવાયો છે, નાયબ મુખ્યમંત્રીએ માહિતી આપી કે ૧૪ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ રાજ્યભરમાં હજારો પક્ષીઓની સારવાર કરવામાં આવી હતી.
ગુજરાત સરકારના 'કરુણા અભિયાન' અંતર્ગત ઉત્તરાયણ પર્વ દરમિયાન ઘાયલ થયેલા પક્ષીઓને નવજીવન આપવામાં આવ્યું છે. નાયબ મુખ્યમંત્રીએ સત્તાવાર માહિતી આપતા જણાવ્યું હતું કે, ૧૪ જાન્યુઆરી, ૨૦૨૬ સુધીમાં રાજ્યભરમાં કુલ ૫,૪૩૯ પક્ષીઓને સારવાર આપવામાં આવી હતી. આ પૈકી ૪,૯૩૭ પક્ષીઓને સફળતાપૂર્વક બચાવી લેવામાં આવ્યા છે, જે કુલ સારવાર પામેલા પક્ષીઓના ૯૧ ટકા જેટલા છે. રાજ્ય સરકાર દ્વારા પક્ષી બચાવ માટે વિશેષ હેલ્પલાઇન અને કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા હતા.

(9:14 PM IST)