News of Thursday, 15th January 2026
' નો ડ્રગ્સ અભિયાન ' નારાયણ સરોવરથી દમણ સુધી 1400 કિલોમીટરનું અંતર કાપી 16 સાયકલિસ્ટોની ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં રેલી : જામનગરમાં સ્વાગત : જુઓ વિડીયો
સાયકલ રેલીના પ્રવાસ અંતર્ગત જામનગર જિલ્લામાં પહોંચતા SOG દ્વારા લાખોટા તળાવ ખાતે આવકારી સ્વાગત કરાયુ

જામનગર :પોલીસ મહાનિર્દેશક સી.આઇ.ડી ક્રાઇમ અને રેલ્વેઝ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા "Invincible NGO" ના સહયોગથી લોકોને માદક દ્રવ્યોના વિરૂધ્ધમા જાગૃત કરવા માટે NGO દ્વારા “No Drugs Campaign" અંગે તા.12/01/2026 થી 22/01/2026 આ 11 દિવસ સુધી નારાયણ સરોવરથી દમણ સુધી કુલ ૧૪૦૦ કિલોમીટરનું અંતર કાપી કુલ-૧૬ સાયક્લીસ્ટો દ્વારા ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓના વિસ્તારોમાં સાયકલ રેલી કરી ડ્રગ્સ વિરોધી જાગૃતિ ફેલાવવાનુ અમુલ્ય કામ શરૂ કરેલ છે,
આ પ્રસંગે "Invincible NGO" ના કુલ-૧૬ સાયક્લીસ્ટો પોતાના સાયકલ રેલીના પ્રવાસ અંતર્ગત જામનગર જીલ્લામાથી પસાર થયેલ ત્યારે પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ (IPS) રાજકોટ વિભાગ, રાજકોટ તથા જામનગર જીલ્લાના પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈનીના માર્ગદર્શન હેઠળ જામનગર જિલ્લામાં લોકોને માદક દ્રવ્યોના વિરુધ્ધમાં જાગૃતી લાવવા માટે સુચના કરેલ હોય જેથી S.O.G. ટીમ દ્વારા લાખોટા તળાવ ખાતે આ સાયક્લીસ્ટોને આવકારી તેમના ડ્રગ્સ જન જાગૃતિના કાર્ય આગળ ધપાવવા તેમનો ઉત્સાહ વધાર્યો હતો.
આ સાયકલ રેલી દરમ્યાન જાહેર સ્થળોએ નશીલા પદાર્થોના વેચાણ, સંગ્રહ અથવા હેરાફેરી અંગે કોઈ પણ માહિતી માટે નાગરિકોને રાજ્ય સરકારના ટોલ-ફ્રી હેલ્પલાઈન નંબર 1908 પર સંપર્ક કરવા પ્રોત્સાહિત કરવામા આવેલ હતા.
(9:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
