તા. ૬ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૦ રવિવાર
News of Thursday, 15th January 2026
ઉત્તરાયણમાં કરુણાનો માનવિય સંદેશ: વડોદરા જિલ્લામાં 10 દિવસીય કરુણા અભિયાનમાં 313 પક્ષી-પ્રાણીઓને સારવાર

( ભરત શાહ દ્વારા ) નર્મદા: ઉત્તરાયણના તહેવાર દરમિયાન પતંગની દોરી અને અન્ય કારણોસર પક્ષી અને પ્રાણીઓ ઇજાગ્રસ્ત થવાની ઘટનાઓને ધ્યાનમાં લઈ, વડોદરા જિલ્લામાં તા. 10 જાન્યુઆરીથી 20 જાન્યુઆરી, 2026 દરમ્યાન 10 દિવસીય “કરુણા અભિયાન નું આયોજન કરવામાં આવ્યું હતું. આ અભિયાન અંતર્ગત ઇજાગ્રસ્ત પક્ષી અને પ્રાણીઓને તાત્કાલિક બચાવ, પ્રથમ સારવાર અને જરૂરી પશુચિકિત્સા સેવા પૂરી પાડવામાં આવી.
1962 કાર્યક્રમ મેનેજર ડૉ. પંકજ મિશ્રા અને પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર સાગર પટેલે જણાવ્યું હતું કે, આ અભિયાન માટે ગામ સ્તરની કુલ 5 એમ્બ્યુલન્સને શહેર વિસ્તારમાં તૈનાત કરવામાં આવી હતી, તેમજ શહેર સ્તરની 2 કરુણા એમ્બ્યુલન્સ પણ સતત ફરજ પર રાખવામાં આવી હતી, જેથી કોઈ પણ ઇમર્જન્સીમાં તાત્કાલિક સેવા મળી શકે.
કરુણા અભિયાન અંતર્ગત વડોદરા શહેરના પંડ્યા બ્રિજ,ભૂતડી ઝાંપા, સમા, મકરપુરા, છાણી, વાઘોડિયા રોડ અને અકોટા વિસ્તારોને મુખ્ય હોટસ્પોટ તરીકે આવરી લેવામાં આવ્યા હતા, જ્યાંથી વધુ પ્રમાણમાં ઇજાગ્રસ્ત પક્ષી અને પ્રાણીઓના કોલ મળ્યા હતા અને તાત્કાલિક સેવાઓ પૂરી પાડવામાં આવી હતી.
આ 10 દિવસીય કરુણા અભિયાન દરમિયાન અત્યાર સુધી માં કુલ 313 પક્ષી અને પ્રાણીઓને સારવાર આપવામાં આવી છે, તેમજ અનેક પક્ષી-પ્રાણીઓની સારવાર અને સંભાળ આગામી દિવસોમાં પણ ચાલુ રાખવામાં આવશે.
અંતમાં, 1962 ટીમ તેમજ કરુણા એમ્બ્યુલન્સના વેટરનરી ડૉક્ટર અને પાયલોટ કમ ડ્રેસર દ્વારા વડોદરા જિલ્લાના તમામ નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે, જો કોઈ પણ ઇજાગ્રસ્ત પક્ષી અથવા પ્રાણી નજરે પડે, તો વિલંબ કર્યા વિના તરત જ 1962 હેલ્પલાઇન નંબર પર કોલ કરો, જેથી તેને સમયસર પ્રથમ સારવાર આપી શકાય અને એક જીવ બચાવી શકાય.
કરુણા અભિયાન વડોદરા જિલ્લામાં માનવતા, જીવદયા અને પ્રકૃતિ પ્રત્યેની જવાબદારીનું જીવંત ઉદાહરણ બની રહ્યું છે
(10:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
