News of Thursday, 15th January 2026
સતત ત્રીજા દિવસે SOUના ઈ બસ ડ્રાયવરોની હડતાલ ચાલુ : લેબર કમિશ્નર,રાજકીય અગ્રણીઓની SOU તંત્ર સાથે વાટાઘાટો ચાલુ .

( ભરત શાહ દ્વારા ) નર્મદા : નર્મદા જિલ્લા ના પ્રવાસન હબ SOU ખાતે હડતાલ પર ઉતરેલા બસ ડ્રાયવરોની હડતાલનો ત્રીજો દિવસ હોવા છતાં. હજુ સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી .
પ્રાપ્ત માહિતી મુજબ SOU મુકામે ઉત્તરાયણની પૂર્વ સંધ્યા એ ઈ બસના લગભગ 127 જેટલા ડ્રાયવરો તેમની માંગણીઓને લઈને હડતાલ પર ઉતરી જતા પ્રવાસીઓ અટવાયા હતા .ગત રોજ ઉત્તરાયણની રજા માં આવેલા પ્રવાસીઓની રજાની મઝા બગડી હતી, જોકે SOU તંત્રએ પ્રવાસીઓને પોતાના વાહનો લઇ જવાની છૂટ આપી હતી આ લખાય છે ત્યારે SOU તંત્ર સાથે ભાજપ અગ્રણી અને જી. પં .સભ્ય દિનેશ તડવી .તેમજ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રણજિત તડવી વાટાઘાટો કરી રહ્યા છે જેમાં લેબર કમિશનર પણ જોડાયા હતા .જોકે ડ્રાયવરોના પ્રતિનિધિને ચર્ચા માટે બોલાવ્યા નથી .ત્યારે આ હડતાલનો અંત કયારે અને કેવો આવે છે તે જોવું રહ્યું .
(10:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
