<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 15th January 2026

રાજપીપળા પોલીસે જુનાકોટ વિસ્તારમાંથી 6 શખ્શોને રૂ.૯૦,૪૬૦/- ના જુગારના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા

( ભરત શાહ દ્વારા ) નર્મદા:રાજપીપળા જુનાકોટ વિસ્તારમાં જુગાર રમતા શખ્શોને પોલીસે મુદામાલ સાથે ઝડપી ગુનો દાખલ કર્યો છે.

     મળતી માહિતી અનુસાર વિશાખા ડબરાલ પોલીસ અધિક્ષક, નર્મદાનાઓએ ખાનગી બાતમીદારોનુ નેટવર્ક ઉભુ કરી અસામાજીક પ્રવૃત્તિ કરતા શખ્શોને શોધી પાડી તેમના વિરુધ્ધમા કાયદેસરની કાર્યવાહી કરવા આપેલ સુચનાઓ અનુસંધાને રાજપીપલા પોલીસ સ્ટેશનના એસ.કે.ગામીત પોલીસ ઇન્સ્પેકટર નાઓ રાજપીપલા પોલીસ સ્ટાફ સાથે પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન ખાનગી રાહે બાતમી મળેલ કે, રાજપીપલા ટાઉનમાં જુનાકોટ વિસ્તારમા કેટલાક શખ્શો જુગાર રમે છે જેથી રાજપીપળા પોલીસે સ્થળ પર રેઇડ કરતા તમામ શખ્શોને સ્થળ પર કોર્ડન કરી પકડી પાડી સ્થળ પરથી રૂ.૧૮,૪૬૦/- તથા ચાર મોબાઇલ કિ. રૂ. ૪૨,૦૦૦/- તથા મો.સા. નંગ-૦૧ કિ.રૂ.૩૦,૦૦૦/- કુલ કિ.રૂ.૯૦,૪૬૦/- ના મુદ્દામાલ તથા જુગારના સાહિત્ય સાથે જુગાર ધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી કરી છે.
   જુગાર રમતા જુગારીઓ (૧) હર્ષદભાઈ ગોવિંદભાઈ વાળંદ (ઉ.વ.૪૨ )(રહે.વડીયા તા.નાંદોદ જી.નર્મદા) (૨) દીપકભાઈ શનુભાઇ વસાવા (ઉ.વ.૪૨) ( રહે.રાજપીપલા જૂનાકોટ) (૩) અમીતભાઈ પ્રવિણભાઈ પાટણવાડીયા (ઉ.વ.૩૫ )(રહે.રાજપીપલા જુનાકોટ ) (૪) કનુભાઈ સુંદરભાઈ તડવી (ઉ.વ.૪૫) ( રહે.રાજપીપલા કોલીવાડ) (૫) નરપત ગોવિંદભાઈ સોલંકી ( રહે. હરિજનવાસ, રાજપીપળા)  (૬) શૈલેષ અંબુભાઈ પ્રજાપતિ ( રહે. જુનાકોટ. રાજપીપળા) નો સમાવેશ થાય છે.

(10:11 PM IST)