તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Thursday, 15th January 2026
1962 માં કોલ આવતા : રાજપીપળા પશુ દવાખાનામા આવેલા ઇજાગ્રસ્ત કબુતરને સારવાર અપાઈ

(ભરત શાહ દ્વારા ) નર્મદા:ઉત્તરાયણ પર્વમાં પતંગ રસિયાઓએ તો પતંગ ઊડાડવાની મઝા માણી પરંતુ પતંગના દોરાથી દર વર્ષની માફક ઘાયલ થયેલા પક્ષીઓની દશા ખરાબ થઈ હતી
મળતી વિગતો અનુસાર રાજપીપળા શહેરમાં હજારોની સંખ્યામાં પતંગો આકાશમાં ઉડી અને કાઇપો છે ની બૂમો સાથે પતંગ રસિયાઓએ અગાસી ઉપર પતંગો ઉડાડી સાથે ઊંધિયું, જલેબીની પણ મોજ માણી ત્યારે ઉત્તરાયણના બે દિવસોમાં ઉડતી પતંગોથી આકાશમાં ઉડતા પક્ષીઓ ઘાયલ થતા હાલત ખરાબ થઈ અને પશુ હેલ્પલાઇનની 1962 સેવા દ્વારા સારવાર અપાઈ જેમાં રાજપીપળાના પશુ દવાખાને 1962 થકી આવેલા એક ઇજાગ્રસ્ત કબુતરને પતંગના દોરાથી ગંભીર ઇજા થતા ડોક્ટરે યોગ્ય સારવાર આપી જીવતદાન આપ્યું હતું. જોકે આ એક કબૂતર રાજપીપળાનું હતું ત્યારે આખા નર્મદા જિલ્લામાં કુલ કેટલા પક્ષીઓ ઘાયલ થયા હશે એ હજુ જાણી શકાયું નથી.
રાજપીપલામાં જાહેરનામાનો ભંગ, ચાઈનીઝ દોરી વપરાઈ અને તુક્કલો પણ ઉડ્યા
ચાઈનીઝ દોરી અને તુક્કલોનું નર્મદા જિલ્લા કલેક્ટરનું જાહેરનામું અને નર્મદા પોલીસ, વન વિભાગનું ચેકીંગ છતાં રાજપીપલામાં આ જાહેરનામાનો ભંગ કરીને પણ લોકોએ દોરી વાપરી અને તુક્કલો પણ ઉડાડ્યા હતા. રાજપીપળાના બજારોમાંથી તંત્રના ચેકીંગમાં એક પણ તુક્કલો કે દોરી ઝડપાયા નથી છતાં રાજપીપળામાં તુક્કલો ઉડ્યા એટલે લોકો બહારથી પંતગો લાવતા હશે જેમાં લોકોએ વેચાણ કર્યું અને વાપર્યા પણ.
(10:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
