<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 15th January 2026

ગાંધીનગરના ભેજાબાજ બુટલેગરે ઘરમાં જ ગુપ્ત ખાનું બનાવીને અંદાજે 2700થી વધુ દારૂ અને બિયરની બોટલો સંતાડી

માણસા પોલીસને બાતમી મળી હતી જે આધારે એક રહેણાંક મકાનમાં રેડ પાડાઈ

ગાંધીનગરના ભેજાબાજ બુટલેગરે ઘરમાં જ ગુપ્ત ખાનું બનાવ્યું હતું  પોલીસે દરોડા પાડતાં આરોપીએ આ ગુપ્ત ખાનામાં લાખોનો દારૂ સંતાડ્યો હોવાનું સામે આવ્યું છે. માણસા પોલીસને બાતમી મળી હતી જે આધારે એક રહેણાંક મકાનમાં રેડ પાડાઈ હતી. જેમાં રસોડામાંથી અંદાજે 10 ફૂટ જેટલા ઊંડા ખાનામાં દારૂનો વેપલો મળી આવ્યો. આરોપીએ ગુપ્ત ખાનું બનાવીને અંદાજે 2700થી વધુ દારૂ અને બિયરની બોટલો સંતાડી હતી. જેની કુલ કિંમત 10 લાખ 37 હજાર જેટલી છે. સમગ્ર મામલે પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે.. જ્યારે અન્ય આરોપીને પકડવા કવાયત હાથ ધરી છે.

 


 

(11:18 PM IST)