<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 15th January 2026

અમદાવાદના કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડ નજીક મિત્રની બહેનના પ્રેમીએ કરી યુવકની હત્યા

સમાધાન કરવાના બહાને બોલાવીને હત્યા કરી હોવાનું પ્રાથમિક માહિતી

અમદાવાદના કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડ નજીક યુવકની હત્યા મામલો સામે આવ્યો છે. ઝઘડાની અદાવતમાં યુવકની હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું છે. ચિરાગ રાણા નામના યુવકની હત્યા કરી છે. મંથન ઉર્ફે ઋત્વિક પરમાર અને તેના મિત્રોએ  હત્યા કરી છે.  મણિનગર પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો છે. મિત્રની બહેનના પ્રેમીએ યુવકની  હત્યાં કરી છે.  બે મહીના પહેલા પ્રેમીને ઠપકો આપતા ઝઘડો થયો હતો. સમાધાન કરવાના બહાને બોલાવીને હત્યા કરી હોવાનું પ્રાથમિક જાણવ મળ્યું છે .

 



 

(11:21 PM IST)