News of Thursday, 15th January 2026
વડોદરામાં ઉતરાયણના દિવસે એસએસજી હોસ્પિટલના ટેલોફોનની રીંગ સતત રણકતી: દોરીથી ગળા કપાવા સહિત કુલ 153 કેસ નોંધાયા
દોરીથી ગળું કપાવવાના 24 કેસ નોંધાયા તો 16 પ્રોહીબિશનના ગુના વાળા આરોપીઓને પણ નોંધાયા:153 કેસમાંથી બે દર્દીઓના નીપજ્યા મોત.

વડોદરા શહેરમાં ઉતરાયણના દિવસે એસએસજી હોસ્પિટલના ટેલોફોનની રીંગ સતત રણકતી રહી હતી. દોરીથી ગળા કપાવા સહિત કુલ 153 કેસ નોંધાયા છે. દોરીથી ગળું કપાવવાના 24 કેસ નોંધાયા હતા જયારે 16 પ્રોહીબિશનના ગુના વાળા આરોપીઓને પણ નોંધાયા છે. 153 કેસમાંથી બે દર્દીઓના મોત નીપજ્યા હતા, સાંજે પાંચ વાગ્યા બાદ ઈમરજન્સીના કિસ્સાઓમાં વધારો નોંધાયો હતો. ગત વર્ષ કરતા 15 ટકા વધારે કેસ નોંધાયા હતા .
(11:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
