<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th January 2026

ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ફેબ્રુઆરીના ત્રીજા સપ્તાહમાં સત્ર મળવાની શક્યતા

ગાંધીનગર ખાતે મળનારા આગામી વિધાનસભાના બજેટ સત્રની તારીખોને લઈને મહત્વની વિગતો સામે આવી છે. ફેબ્રુઆરી ૨૦૨૬માં ૧૫ થી ૨૦ તારીખ વચ્ચે આ સત્રનો પ્રારંભ થઈ શકે છે, જેમાં રાજ્યના નાણામંત્રી આગામી વર્ષનું બજેટ રજૂ કરશે.

ગાંધીનગરના સત્તાવાર સૂત્રો અને મીડિયા અહેવાલો મુજબ, ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ૧૫ ફેબ્રુઆરીથી ૨૦ ફેબ્રુઆરી ૨૦૨૬ના સમયગાળા દરમિયાન યોજાય તેવી પ્રબળ શક્યતાઓ છે. 

આ સત્રના પ્રારંભે રાજ્યપાલનું સંબોધન રહેશે અને સત્ર શરૂ થયાના બીજા દિવસે વિધાનસભા ગૃહમાં નાણામંત્રી દ્વારા રાજ્યનું વાર્ષિક બજેટ રજૂ કરવામાં આવશે.

આ બજેટ સત્રમાં રાજ્યના વિકાસ માટેની નવી યોજનાઓ અને નાણાકીય ફાળવણી પર ચર્ચા કરવામાં આવશે. વિધાનસભાના કામકાજ સલાહકાર સમિતિની બેઠક બાદ સત્તાવાર તારીખોની જાહેરાત કરવામાં આવશે, પરંતુ અત્યાર સુધીના અહેવાલો મુજબ ૧૯ અથવા ૨૦ ફેબ્રુઆરીની આસપાસ બજેટ રજૂ થાય તેવું અનુમાન છે. આ સત્રમાં સરકાર દ્વારા શિક્ષણ, આરોગ્ય અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર જેવા મહત્વના ક્ષેત્રો માટે મોટી જાહેરાતો કરવામાં આવે તેવી અપેક્ષા છે.

 

 

(11:59 AM IST)