<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th January 2026

સુરત ક્રાઇમ બ્રાન્‍ચે, વિશેષ ઓપરેશનમાં ઓરિસ્‍સામાંથી ૨૮ અને ૨૪ વર્ષથી વોન્‍ટેડ આરોપીને દબોચી લીધા

નો વોન્‍ટેડ ઇન સુરત (સીપી અનુપમસિંહ ગેહલોતનું અભિયાન) માત્ર કાગળ પર નહિ વાસ્‍તવમાં હોવાનું ક્રાઈમ બ્રાન્‍ચે ગણતરીના કલાકોમાં હેટ્રીક સર્જી પુરવાર કર્યું જોઇન્‍ટ પોલીસ કમિશનર રાઘવેન્‍દ્ર વસ્‍તના માર્ગદર્શન હેઠળ ડીસીપી ભાવેશ રોજિયા, ટીમના પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર જયરાજસિંહ ઝાલા અને સ્‍ટાફ દ્વારા ACP કિરણ મોદીના સંકલનમાં ઐતિહાસિક સફળતા મેળવી

રાજકોટ તા. ૧૬: ‘‘નો વોન્‍ટેડ ઇન સુરત'' પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા પોતાની વિવિધ ટીમો દ્વારા ચલાવતા અભિયાનમાં સુરતની ક્રાઇમ બ્રાન્‍ચ ટીમે વધુ એક વખત  સફળતાના નવા શિખરો સર કર્યા છે  ઓરિસ્‍સાના અંજામ ખાતેથી ૩૩ કિલો ગાંજાના ૨ વર્ષથી વોન્‍ટેડ આરોપીને ઝડપનાર પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર જયરાજસિંહ ઝાલા અને સ્‍ટાફ દ્વારા વિશેષ ઓપરેશનમાં ઓરિસ્‍સાના અંજામમા ત્રાટકી ૨૮ અને ૨૪ વર્ષથી બે વોન્‍ટેડ આરોપીને ખાસ વોરંટ આધારે પકડી લાવતા ગુનેગારોમાં ફફડાટ મચી ગયી છે.       

અત્રે એ યાદ રહે કે  જોઇન્‍ટ પોલીસ કમિશનર રાઘવેન્‍દ્ર વસ્‍તના માર્ગદર્શનમાં ડીસીપી ભાવેશ રોજિયા ટીમના પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર જયરાજસિંહ ઝાલા દ્વારા એસીપી કિરણ મોદી સાથે સંકલન રાખી પોતાના સ્‍ટાફ મારફત હ્યુમન ઇન્‍ટેલિજન્‍સ અને ટેકનિકલ સર્વેલેન્‍સ આધારે બંન્ને આરોપી સુધી પંહોચી ગયેલ. 

ક્રાઇમ બ્રાન્‍ચ ટીમ દ્વારા ૨૮ વર્ષ જૂના  આદિયા પ્રધાન સાથે ૨૪ વર્ષથી વોન્‍ટેડ સંતોષનાથ પ્રધાનને પકડવામાં સફળતા મળી છે , આમ હત્‍યા, મારામારી જેવા ફરાર આરોપીઓને આટલા વર્ષો બાદ પકડવામાં આવતા સુરત ક્રાઈમ બ્રાન્‍ચના હાથ લાંબા જીવવું અપરાધીઓમાં મેસેજ ગયો છે. પોલીસ કમિશનર ક્રાઈમ બ્રાન્‍ચની સફળતાની હેટ્રીક પર આફ્રિન પોકારી સહુને અભિનંદન પાઠવ્‍યા છે

(3:13 PM IST)