News of Friday, 16th January 2026
સરહદ વિસ્તારમાં દબાણ એટલે રાષ્ટ્રીય સુરક્ષા પર જોખમ : એસપી સાગર બાગમાર ....
કચ્છમાં કુ વિખ્યાત શખ્સ દ્વારા સરકારી જમીન પર થયેલ દબાણ દૂર કરવા વિશેષ ઓપરેશન હાથ ધરવાની પડદા પાછળની કથા આવી છે... અનેક ગુન્હા જેના નામ પર પોલીસ મથકમાં પોકારી રહ્યા છે તેવા ગુલવંતસિંઘ ઉર્ફ સન્ની દ્વારા ગેરકાયદે રહેઠાણ ખડકી દેવાયાની જાણ થયા ચોકી ઉઠેલ જિલ્લા પોલીસ દ્વારા બોર્ડર રેન્જ IG ચિરાગ કોરડિયાસાથે ચર્ચા કરી અને કડૂસલો બોલાવી દેવાયો

રાજકોટ, તા.૧૬: જેના પર NDPS એક્ટ, ખૂનની કોશિશ , મિલકત સંબંધી ગુન્હાઓ, દારૂબંધી ભંગ સહિતના અનેક ગુનાઓ જેના નામ પર બોલે છે તેવા કૂ વિખ્યાત આરોપી ગુલવંતસિંઘ ઉર્ફ સન્ની જુના કટારિયા સીમ ભરૂચ કચ્છ દ્વારા સરકારી જમીનમાં ગેર કાયદે રીતે ખડકી દેવાયેલ રહેણાંક મકાન ઉપર અંતે કચ્છ પૂર્વ એસપી સાગર બાગમાર ટીમ દ્વારા ગેર કાયદે ઈમારત ઉપર બુલ ડોઝર ફેરવી કડૂસલો બોલાવી દેતા અસામાજિક તત્વોમાં ભારે ફફડાટ મચી ગયો છે. કુ વિખ્યાત આરોપી દ્વારા મોરબી સામખિયાળી હાઈવે ઉપર સરકારી જમીન પર ગેર કાયદે કબજો જમાવી રહેણાંક મકાન ભું કરી દેવામાં આવેલ, આ બાબતની ફરિયાદ કચ્છ એસપી સુધી પોહચતા તેવો ચોકી ઉઠ્યા હતાં. ઉકત બાબતે બોર્ડર રેન્જ વડા ચિરાગ કોરડીયા સાથે ચર્ચા કરી તેમના માર્ગદર્શનમાં આ ઓપરેશન હાથ ધરવામાં આવેલ. ઉકત આરોપી દ્વારા ૬૦૦ ચોરસ મીટર જગ્યામાં દબાણ કરેલ, જે દબાણ દૂર કરી, સરકારી જમીન પર દબાણ કરનાર તત્વોને કડક સંદેશો આપી આવા દબાણો સહન નહિ કરી લેવાય તેવો કડક સંદેશો આપવા માંગીએ છીએ તેમ એસપી સાગર બાગમાર દ્વારા અકિલા સાથેની વાતચીતમાં જણાવ્યું છે
(3:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
