News of Friday, 16th January 2026
વર્ષ 2026 ના વર્ષની રાજ્ય સરકારની પહેલી કેબિનેટ બેઠક ભુપેન્દ્રભાઈ પટેલ ની અધ્યક્ષતામાં યોજાઈ : રાજકોટમાં યોજાયેલી રિઝનલ વાઇબ્રન્ટ સમિટની સમીક્ષા : MOU ના ઝડપી અમલીકરણ માટેની ચર્ચા
બજેટ સત્રની તૈયારીઓ અંગે કેબિનેટ બેઠકમાં ચર્ચા કરવામાં આવી : બજેટની નવી બાબતો અને વર્તમાન બજેટની નાણાકીય સ્થિતિ અંગે પણ સમીક્ષા કરવામાં આવી

અમદાવાદ તા.૧૬ : વર્ષ 2026 ના વર્ષની રાજ્ય સરકારની પહેલી કેબિનેટ બેઠકનું આયોજન આજે કરવામાં આવ્યું. આ બેઠકમાં રાજકોટમાં યોજાયેલી રિઝનલ વાઇબ્રન્ટ સમિટની સમીક્ષા કરાઇ. રિઝનલ વાઇબ્રન્ટ સમિતમાં MOU ના ઝડપી અમલીકરણ માટેની ચર્ચા પણ થઈ. ફેબ્રુઆરીમાં યોજાનારા બજેટ સત્રની તારીખ સંદર્ભે પણ ચર્ચા થઇ. બજેટ સત્રની તૈયારીઓ અંગે કેબિનેટ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. બજેટની નવી બાબતો અને વર્તમાન બજેટની નાણાકીય સ્થિતિ અંગે પણ સમીક્ષા કરવામાં આવી. કેન્દ્ર સરકાર સાથે જોડાયેલા રાજ્ય સરકારના મહત્ત્વના પ્રોજેકટની સમીક્ષા કરવામાં આવી. સાથે જ રાજ્ય સરકારના અન્ય નીતિ વિષયક બાબતો પર પણ ચર્ચા થઈ.
(4:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
