<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th January 2026

દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આવતીકાલથી ત્રણ દિવસની ગુજરાત મુલાકાતે; લોકસભાની તૈયારીઓ અને સંગઠનને મજબૂત કરવા પર રહેશે ભાર

તેઓ પક્ષના સ્થાનિક નેતાઓ અને કાર્યકરો સાથે બેઠકો યોજીને સંગઠનને મજબૂત કરવા અંગે ચર્ચા કરશે.

રાજકોટ: આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ફરી એકવાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર, તેઓ આવતીકાલથી રાજ્યના ત્રણ દિવસના પ્રવાસે રહેશે. 
આ મુલાકાત દરમિયાન તેઓ પક્ષના સ્થાનિક નેતાઓ અને કાર્યકરો સાથે બેઠકો યોજીને સંગઠનને મજબૂત કરવા અંગે ચર્ચા કરશે.

આગામી સમયમાં આવનારી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને કેજરીવાલની આ મુલાકાત અત્યંત સૂચક માનવામાં આવે છે. તેઓ રાજ્યના વિવિધ પ્રશ્નો અંગે પણ જનતા સાથે સંવાદ સાધે તેવી શક્યતા છે.

(8:32 PM IST)