<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th January 2026

બીજેપીનો મહારાષ્ટ્ર બી.એમ.સીમાં ભવ્ય વિજય થતા બીજેપી દ્વારા રાજપીપળા ખાતે ઉજવણી કરાઈ

બીએમસી મુંબઈ સહીત મહારાષ્ટ્રમાં ભાજપના ભવ્ય વિજયની ઉજવણી નર્મદા જિલ્લામાં થઈ

(ભરત શાહ દ્વારા )નર્મદા:ભારતીય જનતા પાર્ટીનો મહારાષ્ટ્ર બી.એમ.સી ઈલેક્શનમાં ભવ્ય વિજય થતા શ્રી કમલમ્ નર્મદા, રાજપીપલા ખાતે વિજયોત્સવ કાર્યક્રમમાં પાર્ટીના હોદેદારો અને કાર્યકર્તાઓએ ઉત્સાહભેર ફટાકડા ફોડી અને મીઠાઈ ખવડાવી ઉજવણી કરવામાં આવી.
   મુંબઈ મહાનગરપાલિકા (BMC)ની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઐતિહાસિક અને ભવ્ય વિજયને વધાવવા માટે આજે નર્મદા જિલ્લાના મુખ્ય મથક રાજપીપલા ખાતે ભાજપ કાર્યકરો દ્વારા ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.રાજપીપલા સ્થિત કમલમ કાર્યાલય ખાતે ભાજપ કાર્યકરો અને આગેવાનો એકત્રિત થયા હતા. આ પ્રસંગે આતશબાજી કરી અને એકબીજાનું મોઢું મીઠું કરાવી આ જીતની ખુશી વ્યક્ત કરવામાં આવી હતી. ભાજપના વિજયને સંગઠનના મજબૂત નેતૃત્વ, વિકાસલક્ષી નીતિઓ અને જનતાના વિશ્વાસનો વિજય ગણાવવામાં આવ્યો હતો.
આ અવસરે કાર્યકરોએ “ભારતીય જનતા પાર્ટી ઝિંદાબાદ” અને “વિકાસના રાજની જીત” જેવા નારા લગાવી આનંદ વ્યક્ત કર્યો હતો. આગેવાનોએ જણાવ્યું હતું કે મુંબઈમાં મળેલી આ જીત દેશભરમાં ભાજપ પ્રત્યે વધતા વિશ્વાસનું પ્રતિબિંબ છે અને આવનારા સમયમાં ભાજપ વધુ મજબૂતી સાથે જનસેવામાં કાર્યરત રહેશે.
ઉજવણી દરમિયાન ભાજપના આગેવાનો, કાર્યકરો તેમજ સમર્થકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

(9:45 PM IST)