<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th January 2026

આમલેથા ગામે યોજાયેલી ગ્રામસભામાં 6 લેન કોરિડોરમાં જમીનો આપવા ખેડૂતોનો વિરોધ

બંધ રેલ્વે ચાલુ કરાવો, રસ્તાના નામે વધુ જમીનો ઉઘરાવવાનું બંધ કરો

(ભરત શાહ દ્વારા ) નર્મદા:નાંદોદ તાલુકાના આમલેથા ગામે તાલુકા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું. જેમાં આમલેથાથી કેવડિયા સિક્સલેન હાઈ સ્પીડ કોરિડોર રસ્તા અને આમલેથાથી કુમસગામ બાયપાસ રસ્તાના જમીન સંપાદન માટે ગ્રામસભા રાખવામાં આવી જેમાં તમામ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને તમામ ગ્રામજનો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો..એટલે તમામ ગ્રામજનો સર્વાનો મતે ઠરાવને નામંજૂર કરીએ છીએ તેવી રજૂઆત કરવામાં આવી હતી.
  નાંદોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ મુકેશ વસાવા દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. કે જૂનો જે રસ્તો છે તે પહેલા બનાવવામાં આવે, એ કરોડોના ખર્ચ વચ્ચે આજે પણ રસ્તો અધૂરો છે.અને નવો રસ્તો બનાવે તો જે મૂળ રસ્તો છે.તેને પહોળો કરે એની જગ્યા સરકાર ને કેમ જોઈએ છે. નવો ચીલો પાડી સરકાર ખેડૂતોની જમીન પચાવી પાડવા માગે છે.જેનો અમારો સખત વિરોધ છે. અમારા ગામોમાં એટલો વાહન વ્યવહાર નથી, અમારા ગામમાં આવા હાઈસ્પીડ કોરિડોર ની જરૂર નથી. અમારા ગામમાં રેલવે લગાવી તે બંધ કરી દીધી એ ચાલુ કરાવો આવા 6 થી 7 મુદ્દાઓ ગ્રામપંચાતની ગ્રામસભામાં ઠરાવો લખી સર્વાનુમતે ના મંજૂર કરી વીરોધ નોંધાવ્યો છે.

(9:46 PM IST)