News of Friday, 16th January 2026
રાજ્યમાં ઠંડીમાં આંશિક રાહત :લઘુત્તમ તાપમાનનો પારો વધુ 2થી 3 ડિગ્રી સુધી ઉંચકાશે: ઠંડી ઘટી શકે
તાપમાનમાં કોઇ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. જેના પગલે ઠંડીમાં વધુ રાહત મળે તેવી શક્યતા

અમદાવાદ :રાજ્યમાં ઠંડીમાં આંશિક રાહત જોવા મળી રહી છે અને આગામી 24 કલાકમાં ઠંડીમાં વધુ રાહત મળી શકે છે. હવામાન વિભાગ અનુસાર લઘુત્તમ પારો 3 ડિગ્રી સુધી ઘટી શકે છે. આજે 8.01 ડિગ્રી સાથે કેશોદ સૌથી ઠંડુ શહેર રહ્યું છે. અમદાવાદમાં આજે લઘુત્ત તાપમાન 14.5 ડિગ્રી નોંધાયું છે.
છેલ્લા બે દિવસની તુલનામાં આજે રાજ્યના વિવિધ ભાગોમાં ઠંડીનું પ્રમાણ ઓછું જોવા મળ્યું છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર, આગામી 24 કલાકમાં રાજ્યમાં લઘુત્તમ તાપમાન 2થી 3 ડિગ્રી સુધી વધવાની શક્યતા છે. અને ત્યારબાદ આ તાપમાનમાં કોઇ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. જેના પગલે આવતીકાલથી ઠંડીમાં વધુ રાહત મળે તેવી શક્યતા છે.
અમદાવાદમાં આગામી સમયમાં આકાશ સ્વચ્છ રહેવાની પ્રબળ સંભાવના છે, જ્યારે લઘુત્તમ તાપમાન આશરે 15 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા છે. આજે શહેરમાં મહત્તમ તાપમાન 30.6 ડિગ્રી નોંધાયું હતું, જે સામાન્ય કરતાં 3 ડિગ્રી વધુ હતું, જ્યારે લઘુત્તમ તાપમાન 14.5 ડિગ્રી નોંધાયું હતું, જે સામાન્ય કરતાં 2.6 ડિગ્રી વધુ હતું.
હવામાન વિભાગ મુજબ, લક્ષદ્વીપ અને કેરળના દરિયાકિનારાને અડીને આવેલા દક્ષિણપૂર્વ અરબી સમુદ્ર પર 0.9 કિમીની ઊંચાઈએ ઉપરી હવામાન ચક્રવાત પરિભ્રમણ સક્રિય રહ્યું હતું. આ પ્રણાલીને કારણે દક્ષિણ અરબી સમુદ્ર પર છૂટાછવાયા નીચા અને મધ્યમ વાદળો સાથે મધ્યમથી તીવ્ર સંવહન જોવા મળ્યું હતું. મકરન કિનારે અને ઉત્તર અરબી સમુદ્ર પર છૂટાછવાયા નબળાથી મધ્યમ સંવહન નોંધાયું હતું. પશ્ચિમ મધ્ય અરબી સમુદ્ર પર પણ છૂટાછવાયા નીચા અને મધ્યમ વાદળોનો દેખાવ થયો હતો. હવામાન વિભાગ દ્વારા આ પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.
આજે રાજ્યમાં નોંધાયેલા મહત્તમ તામપાનની વાત કરીએ તો સુરતમાં 34.8 ડિગ્રી, વડોદરામાં 32.2, સુરેન્દ્રનગરમાં 31.3, વલ્લભ વિદ્યાનગરમાં 31.1, અમરેલીમાં 31.1, રાજકોટમાં 30.7, અમદાવાદમાં 30.6, ડીસામાં 30.6, ગાંધીનગરમાં 30.6, મહુવામાં 30.2, ભુજમાં 29.5, ભાવનગરમાં 29.2, કંડલા પોર્ટમાં 29, કેશોદમાં 29, પોરબંદરમાં 28.8, વેરાવળમાં 28.5, નલિયામાં 28.4, ઓખામાં 25.7, દ્વારકામાં 25.4 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે.
આજે રાજ્યમાં નોંધાયેલા લઘુત્તમ તાપમાનની વાત કરીએ તો કેશોદમાં 8.1 ડિગ્રી, નલિયામાં 9.2, અમરેલીમાં 9.4, ડીસામાં 11, રાજકોટમાં 11.3, વડોદરામાં 11.8, કંડલા પોર્ટમાં 12.2, ભુજમાં 12.4, મહુવામાં 12.5, સુરેન્દ્રનગરમાં 13, ગાંધીનગરમાં 13.5, પોરબંદરમાં 13.6, વલ્લભ વિદ્યાનગરમાં 14.4, ભાવનગરમાં 14.4, અમદાવાદમાં 14.5, વેરાવળમાં 14.5, સુરતમાં 14.6, દ્વારકામાં 17.5, ઓખામાં 18.8 ડિગ્રી લઘુત્તમ તામપાન નોંધાયું છે.
(11:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
