News of Saturday, 17th January 2026
વલસાડ જિલ્લામાં પુરૂષ નસબંધી ઓપરેશનો કરવામાં આવ્યા
ધરમપુર તાલુકાના સાત અને કપરાડા તાલુકાના સાત પુરૂષ ઓપરેશન

વલસાડ જિલ્લામાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.એ.કે.સિંઘ અને અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો.એચ.પી.સિંઘના માર્ગદર્શન હેઠળ ગત ડિસેમ્બર મહિનામાં કુલ ૧૪ જેટલા પુરૂષ નસબંધી ઓપરેશનો કરવામાં આવ્યા છે.જેમાં ધરમપુર તાલુકાના સાત અને કપરાડા તાલુકાના સાત પુરૂષ ઓપરેશન કરવામાં આવ્યા છે.જે પ્રશંસનીય કામગીરી બદલ ધરમપુરના તાલુકા હેલ્થ ઓફિસર ડો.જિજ્ઞેશ માહલા અને કપરાડાના તાલુકા હેલ્થ ઓફિસર ડો.મહેશ પટેલ દ્વારા કર્મચારીઓને પ્રોત્સાહિત કરાયા હતા.
(12:31 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
