News of Saturday, 17th January 2026
વડોદરામાં લેટર બોમ્બ બાદ વધુ એક વિસ્ફોટ :સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારે સંકલન બેઠકનો બહિષ્કાર કર્યો
જૂના કામોનું નિરાકરણ ન આવે ત્યાં સુધી સંકલન બેઠકમાં જવા ઈનકાર કર્યો: જૂના કામ પૂરા થશે તે બાદ જ સંકલનમાં ભાગ લેશે: કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ, પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા પણ સંકલન બેઠકમાં ગેરહાજર

વડોદરા: લેટર બોમ્બ બાદ ધારાસભ્યનો વધુ એક ધડાકો હટ્યો છે સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારે સંકલન બેઠકનો બહિષ્કાર કર્યો છે ધારાસભ્ય કેતન ઈનામદારે સંકલનની બેઠકમાં જવાની ના પાડી. જૂના કામોનું નિરાકરણ ન આવે ત્યાં સુધી સંકલન બેઠકમાં જવા ઈનકાર કર્યો છે . જૂના કામ પૂરા થશે તે બાદ જ સંકલનમાં ભાગ લેશે.
દર ત્રીજા શનિવારે અધિકારીઓ, ધારાસભ્યો અને સાંસદોની સંકલન બેઠક મળતી હોય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, વડોદરાના પાંચ ધારાસભ્યો એક સપ્તાહ પહેલા મુખ્યામંત્રીને પત્ર આપીને રજૂઆત કરી હતી કે, તેઓના કામ મામલે અધિકારીઓ સાંભળતા નથી. ત્યારે આ મામલે હજુ સુધી કોઈ કાર્યવાહી ના થઈ હોવાનો કેતન ઈનામદારનું કહેવું છે. તેથી કેતન ઈનામદારે સંકલન બેઠક હાજરી ન આપવાનો નિર્ણય લીધો છે
વડોદરાના પાંચ મજબૂત ધારાસભ્યોએ આ પત્ર પર સહી કરીને અધિકારીઓની કાર્યશૈલી પર સવાલો ઉઠાવ્યા હતા. જેમાં કેતન ઈનામદાર (સાવલી), શૈલેષ મહેતા - સોટા (ડભોઈ), ધર્મેન્દ્રસિંહ ઝાલા (વાઘોડિયા), અક્ષય પટેલ (કરજણ). ચૈતન્યસિંહ ઝાલા (પાદરા) સામેલ છે.
બીજી તરફ, કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ, પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા પણ સંકલન બેઠકમાં ગેરહાજર જોવા મળ્યા.
આ વિશે વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ કહ્યું કે, સંકલન બેઠકમાં અમારા કામોની રજૂઆત કરીશું. કેતનભાઈ બેઠકમાં નહીં આવે તેવી મારી તેમની સાથે કોઈ વાત નથી થઈ. વાઘોડિયામાં ડ્રગ્સનું દૂષણ છે કે નહીં તેની મારા પાસે જાણકારી નથી. શૈલેષભાઈએ વાત કરી હોય તો તેના પર ગંભીરતાથી વિચારીને કાર્યવાહી થવી જોઈએ.
તો સયાજીગંજ બેઠકના ધારાસભ્ય કેયુર રોકડિયાએ કહ્યું કે, સંકલન બેઠકમાં સૂચવેલા કામ વહેલા મોડા થાય છે ખરા. કલેક્ટર અને ધારાસભ્ય બધા એક જ છે, કોઈ અલગ નથી. વડોદરા નહીં આખા રાજ્યમાં ડ્રગ્સનું દૂષણ નથી. અમારી સરકાર ડ્રગ્સના દૂષણને ડામી રહી છે. સમુદ્ર મારફતે ડ્રગ્સ ઘુસાડનાર માફિયાઓ આજે થરથર કાપે છે.
(1:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
