<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th January 2026

અમીરગઢના વાસડા બ્રિજ નજીક બે ટ્રેલર અને એક ટેન્કર વચ્ચે અકસ્માત: કેબીનમાં ફસાઈ જતા ડ્રાઈવરનું ઘટના સ્થળે મોત

NHAIની ટીમે ભારે જહેમત બાદ મૃતદેહને બહાર કાઢ્યો: અન્ય બે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્તથતા હોસ્પિટલે ખસેડાયા

બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ નજીક મોડી રાત્રે બે ટ્રેલર અને એક ટેન્કર વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો હતો. વાસડા બ્રિજ નજીક ત્રણ મોટા વાહનો એકબીજા સાથે અથડાયા હતા. આ અકસ્માતમાં એક ડ્રાઇવરનું કેબિનમાં ફસાઈ જવાને કારણે ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. NHAI (નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા) ની ટીમે ભારે જહેમત બાદ મૃતદેહને બહાર કાઢ્યો હતો. જ્યા અન્ય બે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા, જેમને વધુ સારવાર માટે આબુરોડની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી છે અને અકસ્માતના સાચા કારણો અંગે તપાસ ચાલી રહી છે. 

(1:27 PM IST)