News of Saturday, 17th January 2026
ગુજરાતમાં દીકરીઓ પર હુમલો એટલે જિંદગીનો અંત સમજવો :હર્ષ સંઘવી
ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કહ્યુ કે આટકોટમાં 6 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરનારા નરાધમને 40 દિવસની અંદર ફાંસીની સજા અપાવડાવી

ગાંધીનગર : આટકોટમાં 6 વર્ષની દીકરી સાથે દુષ્કર્મની ઘટના અંગે હર્ષ સંઘવીએ જણાવ્યુ કે ગુજરાતમાં દીકરીઓ પર હુમલો એટલે જિંદગીનો અંત સમજવો. વધુમાં હર્ષ સંઘવીએ કહ્યુ કે આટકોટમાં 6 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરનારા નરાધમને 40 દિવસની અંદર ફાંસીની સજા અપાવડાવી છે. બાળકીના ઘરમાં તેના મૃત્યુનો શોક પુરો થાય એ પહેલા નરાધમને સજા અપાવી મૃતક બાળકીને ન્યાય અપાવવાનું કામ કર્યુ છે.
આ સાથે તેમણે કહ્યુ કે દેશભરમાં ગુજરાત એકમાત્ર એવુ રાજ્ય છે જ્યાં દુષ્કર્મના અનેક કેસમાં દોષીતને 100 દિવસની અંદર સજા સંભળાવી દેવામાં આવી છે. તેમણે કહ્યુ આ કેસમાં ઝડપી ન્યાય માટે પોલીસ અને વકીલોને અભિનંદન પાઠવુ છુ. સાથોસાથ તેમણે ગુનેગારોને પણ કહ્યુ કે સુધરી જજો નહીં તો ગુજરાત પોલીસ તો છે જ.
(6:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
