તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 17th January 2026
રાજપીપળા કલેકટર કચેરીમાં સંકલન બેઠકમાં સાંસદ મનસુખભાઈ વસાવા અધિકારીઓ પર વરસી પડ્યા
અધિકારીઓનો ઉધડો લેતા બેઠકમાં સન્નાટો છવાઈ ગયો: SOUનાં અને નર્મદાનાં DFOને વિચિત્ર પ્રકારનાં પ્રાણીઓ ગણાવ્યા

અમદાવાદ : ચૂંટાયેલા પદાધિકારીઓનો જંગલ ખાતાનાં અધિકારીઓ સામે આક્રોશ જોવા મળ્યો છે, ફોરેસ્ટ વિભાગનાં અધિકારીઓને વિચિત્ર પ્રાણી ગણાવ્યા હતા , રાજપીપળા કલેકટર કચેરીમાં યોજાયેલી સંકલન બેઠક આક્રમક બની હતી. જેમાં સાંસદ મનસુખભાઈ વસાવા અધિકારીઓ પર વરસી પડ્યા, તેમણે અધિકારીઓનો ઉધડો લેતા બેઠકમાં સન્નાટો છવાઈ ગયો હતો. SOUનાં અને નર્મદાનાં DFOને વિચિત્ર પ્રકારનાં પ્રાણીઓ ગણાવ્યા હતા. તેમણે આરોપ લગાવ્યો હતો કે આ અધિકારીઓ કોઈને કોઈ પ્રકારનાં બહાના કરી વિકાસનાં કામો અટકાવી દે છે.સાંસદ મનસુખભાઇ વસાવાએ અધિકારીઓને પોતાની માનસિકતા બદલવાની સલાહ આપી હતી.
(7:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
