<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th January 2026

અક્તેશ્વર પાસેની લવન્ડર હોટલમાં નિયમોનું પાલન નહીં કરતા મેનેજર સામે SOG નર્મદાએ ગુનો દાખલ કર્યો

( ભરત શાહ દ્વારા )નર્મદા :નર્મદા જિલ્લામાં મા ચાલતી હોટલ, ગેસ્ટ હાઉસ માં સરકાર ના નિયમોનું પાલન નહીં થતા સમયાંતરે નર્મદા એસ. ઓ.જી. ચેકીંગ કરી કાયદેસર કાર્યવાહી કરે છે. જેમાં આજરોજ ગરૂડેશ્વર તાલુકાના અક્તેશ્વર ગામ પાસે આવેલ લવન્ડર હોટલ માં નિયમોનું પાલન નહીં થતા ગુના દાખલ કર્યો છે.

મળતી માહિતી મુજબ અક્તેશ્વર ગામ પાસેની લવન્ડર હોટલસનાં મેનેજર યુવરાજસિંહ મિઠુસિંહ શેખાવત (હાલ રહે. એ-૩, શ્રીજી એપાર્ટમેન્ટ, ભાઈ કાકા નગર, ચલતેજ, અમદાવાદ શહેર )એ રિસેપ્શન કાઉન્ટર ઉપર કનેક્ટીવીટીવાળા કોમ્પ્યુટરમાં ગુજરાત પોલીસ તરફથી વેબ ડિઝાઈન કરેલ પથિક સોફ્ટવેરમાં હોટલમાં આવતા મુસાફરોને રૂમ ભાડે આપી, રોકાયેલ મુસાફરોની એન્ટ્રી નહી કરી ગુનો કરતા સી.ડી.પટેલ પોલીસ સબ ઈન્સ્પેકટર, એસ.ઓ.જી.શાખા જી.નર્મદા નાઓ એ મેનેજર વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.



 

(10:03 PM IST)