તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Saturday, 17th January 2026
નર્મદા જિલ્લામાં વન અધિકારના દાવાની 5360 અરજીઓ પેન્ડીંગ
વીશેષ કમિટી બોલાવવાની ધારાસભ્ય ચૈતર વસાવાની માંગણી .

( ભરત શાહ દ્વારા ) નર્મદા જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ અનેક પ્રશ્નો ઉઠાવી વહીવટી તંત્રને ઘમરોળ્યું હતું .
પ્રાપ્ત માહિતી મુજબ જિલ્લા કલેકટર સંજય મોદીની અધ્યક્ષ સ્થાને મળેલ જિલ્લા સંકલન સમીતીમાં ધારાસભ્ય ચૈતર વસાવાએ લોકોની વિવિધ સમસ્યાઓની રજુઆત કરી હતી, જેમાં આદિજાતિ છાત્રાલયોના ફૂડબિલ અને વિદ્યાર્થીઓના રહેવાની તેમજ અભ્યાસની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત ડેડીયાપાડા વિસ્તારમાં ડામર રોડના રસ્તાના કામો અટકાવવામાં આવ્યા છે તે સત્વરે ચાલુ કરાવવા આ ઉપરાંત નેશનલ હાઇવે પર જે મોટા બ્રિજ બંધ હોય તે સત્વરે ચાલુ કરવા માંગણી કરી હતી
ઉપરાંત વન અધિકાર અધિનિયમન હેઠળ 5360 દાવા અરજીઓ પેન્ડીંગ છે તેના નિકાલ માટે વિશેષ કમિટી બોલાવવા રજુઆત કરી હતી . ઉપરાંત આરોગ્ય વિભાગ માં ભરતી ની ઘટ . શાળાના ઓરડાની અછત સહીત ના પ્રશ્નો રજુ કરવામાં આવ્યા હતા . ધારાસભ્ય ચૈતર વસાવાએ રજુઆત કરી હતી કે SOU જેવા મોટા પ્રોજેક્ટને રાતોરાત મંજૂરી મળે છે જયારે ગામડાઓના રસ્તાઓને વર્ષો સુધી મંજૂરી મળતી નથી . આ ઉપરાંત ATVTમાં જે સભ્યને કારણે વિવાદ થયો હતો તે સભ્યને બદલવા પણ માંગણી કરી હતી . સૂત્રોના જણાવ્યા મુજબ તંત્ર તરફથી પ્રશ્નોના નિરાકરણની ખાતરી આપવામાં આવી હતી .
(10:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
