News of Saturday, 17th January 2026
સાગબારા પો.સ્ટે. પ્રોહી.ના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડતી પેરોલ ફર્લો ટીમ નર્મદા.

(ભરત શાહ દ્વારા ) નર્મદા:નર્મદા જીલ્લાના તમામ પો.સ્ટે. વિસ્તારમાં દાખલ થયેલ ગુનાઓના નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢી પરીણામલક્ષી કામગીરી કરવા જિલ્લા પોલીસ વડાએ આપેલ સૂચનાના આધારે પોલીસ સબ ઇન્સ્પેકટર પેરોલ ફર્લો સ્ક્વોડ, ડી.આર. રાઠોડનાઓના માર્ગદર્શન હેઠળ પેરોલ ફર્લો ટીમ દ્વારા બાતમી મેળવેલ કે સાગબારા પો.સ્ટે. ના પ્રોહીબિશનના ગુનામાં નાસતો ફરતો આરોપી (૧) દોલતરામ ઉર્ફે મુકેશ ઉર્ફે ડોલુ ભોલુજી(બોદુજી) ચંદેલ(ખટીક) (રહે. ૨૧, સંતોષીનગર, પાર્ટ ૨, રામ રાજયનગર, રામોલ, અમદાવાદ )છેલ્લા બે વર્ષથી ધરપકડ ટાળવા સારું નાસતા ફરતા હોય જેઓ અમદાવાદ ખાતે હોવાની બાતમીના આધારે પેરોલ ફર્લો ટીમ અમદાવાદ જઈ તેને પકડી પાડી કાયદેસર કાર્યવાહી હાથ ધરેલ છે.
(10:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
