<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th January 2026

તિલકવાડા પો.સ્ટે.ના લેન્ડ ગ્રેબીંગના ગુનાના ભાગેડું બે વ્યક્તિઓને ઝડપી પાડતી એલ.સી.બી. ટીમ નર્મદા.

(ભરત શાહ દ્વારા ) નર્મદા:નર્મદા જિલ્લાના તિલકવાડા પો.સ્ટે. માં દાખલ થયેલા લેન્ડ ગ્રેબીંગના ગુનામાં નાસતા ફરતા બે શખ્શોને નર્મદા એલસીબી ટીમે ઝડપી લીધા છે.
     મળતી વિગતો અનુસાર નર્મદા જીલ્લાના તમામ પો.સ્ટે. વિસ્તારમાં દાખલ થયેલ ગુનાઓના નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢી પરીણામલક્ષી કામગીરી કરવા જિલ્લા પોલીસ વડાએ આપેલ સૂચના આધારે પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી., આર.જી ચૌધરી નાઓના સીધા માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. ટીમ દ્વારા બાતમી મેળવેલ કે તિલકવાડા પો.સ્ટે. લેન્ડ ગ્રેબીંગ એક્ટ મુજબના ગુનાના આરોપીઓ નામે (૧) અશોકભાઈ રમેશભાઈ સગર (રહે. કાછીયાવાડ, તા. તિલકવાડા, જી. નર્મદા. હાલ રહે. ઈ-૭, રૂમ નં. ૩૦૧, વી-રોડ, દરબાર નગર, કતારગામ, તા.જી. સુરત) (૨) પ્રકાશભાઈ રમેશભાઈ સગર (રહે. કાછીયાવાડ, તા. તિલકવાડા, જી. નર્મદા) નાઓ છેલ્લા એક વર્ષથી ધરપકડ ટાળવા સારું નાસતા ફરતા હોય જેઓ અમદાવાદ ખાતે હોવાની ચોક્ક્સ બાતમીના આધારે અમદાવાદ ખાતે જઈ બંનેને પકડી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.


 

(10:08 PM IST)