હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ગારદા ગામે ચાર વર્ષથી ભાડાના મકાનમાં આંગણવાડી ચાલતી હોવા છતા તંત્રને અંધાપો
ગારદા ગામે તંત્રની બેદરકારીને કારણે ચાર વર્ષથી આંગણવાડીનું કામ ટલ્લે ચડ્યું

(ભરત શાહ દ્વારા ) નર્મદા:ડેડીયાપાડા તાલુકાના ગારદા ગામની આંગણવાડીની હાલત જર્જરીત હોવાને કારણે ચાર વર્ષ પહેલાં આંગણવાડીને તંત્ર દ્વારા જર્જરિત જાહેર કરી નાના બાળકોને અન્ય જગ્યાએ શિક્ષણ આપવા માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી. ચાર વર્ષના વહાણા વીતી ગયા હોવા છતાં આંગણવાડીના મકાનનું બાંધકામનું સ્લેબ લેવલે આવી ટલ્લે ચઢ્યું છે. જ્યારે છેલ્લા ચાર વર્ષથી ગામના બાળકો ભાડાના મકાનમાં બેસી અભ્યાસ કરી રહ્યા છે.
ગારદા ગામની આંગણવાડી જર્જરિત હાલતમાં ફેરવાઇ ગઇ હતી. આ આંગણવાડીનું મકાન વર્ષ 2023- 24 મંજૂર થયું હતું. અને આંગણવાડી કેન્દ્ર 2022 ના વર્ષથી ભાડાના મકાનમાં ચાલુ છે. ત્યારે તંત્ર દ્વારા આ આંગણવાડી ને જર્જરિત જાહેર કરી હતી. આંગણવાડી મંજુર થઈ ગઈ હોવા છતાં ચાર વર્ષ જેવો લાંબો સમયગાળો વીતી ગયો છે છતાં ચાર વર્ષથી નાના ભૂલકાઓને ભાડાનાં મકાનમાં બેસીને અભ્યાસ કરવા મજબૂર થવું પડ્યું છે.
આંગણવાડીમાં 6 જેટલા નાના બાળકો તેમજ 2 સગર્ભા બહેનો તેમજ 2 ધાત્રી બહેનો ગુજરાત સરકારની આંગણવાડીની વિવિધ યોજનાઓનો લાભ લઈ રહ્યા છે. નાના બાળકો તેમજ સગર્ભા બહેનોની તંદુરસ્તી જળવાઈ રહે તેમજ નાના બાળકો સ્વસ્થ અને તંદુરસ્ત રહે તે માટે સરકાર વિવિધ યોજનાઓ બહાર પાડે છે, જેનો લાભ આંગણવાડી મારફતે તમામ નાના બાળકો તેમજ સગર્ભા બહેનો સુધી પહોંચે છે. જ્યારે તેમને બેસવા માટેનું મકાન જ યોગ્ય ન હોવાને કારણે અસુવિધા ઉભી થાય છે.
ગારદા ખાતે ચાલતી આંગણવાડીના મકાન મુદ્દે યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ ગ્રામજનો એ કરી છે.
છેલ્લા ચાર વર્ષથી આંગણવાડીનું મકાન બન્યું નથી. વારંવાર તંત્રને રજૂઆત કરવા છતાં મકાન સ્લેબ લેવલ સુધી બન્યું છે. ત્યાર બાદ કામ અટકી પડ્યું છે. બાળકો અન્ય બેસવા મજબૂર બન્યા છે. વારંવાર રજૂઆત છતાં બાંધકામ નહી થતા ભ્રષ્ટાચાર અંગેની ગંધ આવી રહી છે.
નર્મદા જિલ્લામાં અંતરીયાળ વિસ્તારોમાં જર્જરિત આંગણવાડીઓના મકાન આવેલા છે. કેટલાક જર્જરિત હોવાને કારણે બંધ કરવામાં આવ્યા છે. જેને કારણે આંગણવાડી વર્કર દ્વારા પોતાના ઘરે કે ભાડાના મકાન માં બેસી કામ કરવું પડે છે. તો કેટલીક આંગણવાડી ના મકાનનું બાંધકામ એજન્સીઓ દ્વારા અધૂરું રાખવામાં આવ્યું છે જેને કારણે આંગણવાડી ચાલુ કરી શકાતી નથી.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
