<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 18th January 2026

પિતાના અવસાન બાદ સુરત પોલીસે ૪ બાળકોને સામાજીક સંસ્‍થામાં મોકલ્‍યાઃ ચોમેરથી પ્રશંસા

માતા ભરણપોષણ કરવા અસમર્થ હોવાથી સામાજીક કાર્યકરના સંયુકત પ્રયાસથી બાળકોનું જીવ સુધરશે

સુરતઃ શહેર  પોલીસે ફરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું છે. પિતા વિહોણા 4 બાળકોને વ્હારે ઉમરા પોલીસ આવી છે. પોલીસ દ્વારા 4 બાળકોને વાત્સલ્યધામ ખસેડવામાં આવ્યા છે. સામાજિક કાર્યકરના સંયુક્ત પ્રયાસથી ઉમદા કામગીરી છે.

મજૂરાગેટ બ્રિજ નીચે પરિવાર જીવન વ્યતિત કરતો હતો. પિતાના અવસાન બાદ માતા ભરણપોષણ કરી શકતા ન હતા. લાચાર પરિવારની વ્હારે સામાજિક કાર્યકર અને પોલીસ આવી છે. કામરેજ સ્થિત ખોલવડ ખાતે વાત્સલ્યધામ સંસ્થાનો સંપર્ક કર્યો છે. ચારેય બાળકોની શિક્ષણ, રહેવા-જમવાની વ્યવસ્થા સંસ્થાએ કરી છે. બાળકોનો તમામ અભ્યાસ ખર્ચ વાત્સલ્યધામ સંસ્થા ઉપાડશે. વાત્સલ્યધામ સંસ્થામાં 800થી વધુ બાળકો માતા-પિતા વિહોણા થયા છે.

(3:05 PM IST)