<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 18th January 2026

ગુજરાતમાં હાલ સરકાર જેવું કંઇ નથી, સર્કલ ચાલે છેઃ જુતુ ફેંકનાર કાયર, તાકાત હોય તો ગાંધીનગર કેમ નથી જતાઃ ગોપાલ ઇટાલીયા

આમ આદમી પાર્ટીના નેતાએ રાજકોટના કોઠારીયા રોડ ખાતેની જનસભામાં કર્યા પ્રહાર

રાજકોટ: કોઠારીયા રોડ પર આમ આદમી પાર્ટીની પરિવર્તન સભા યોજાઈ હતી. કડકડતી ઠંડીમાં પણ હજારોની જનમેદનીને સંબોધતા આપ નેતા ગોપાલ ઈટાલિયાએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જૂતું ફેંકવાની ઘટનાઓને વખોડતા ભાજપને ‘સર્કસ ચલાવતી સરકાર’ ગણાવી હતી.

ગોપાલ ઈટાલિયાએ પોતાના વક્તવ્યની શરૂઆતમાં જ સરકારની કાર્યશૈલી પર સવાલો ઉઠાવ્યાં હતા. તેમણે જણાવ્યું કે, ગુજરાતમાં હાલ સરકાર જેવું કંઈ નથી, માત્ર સર્કસ ચાલી રહ્યું છે. જનતાના પાયાના પ્રશ્નો જેવા કે લાઈટ, પાણી, શિક્ષણ અને રસ્તાઓ પૂરા કરવામાં સરકાર નિષ્ફળ રહી છે.

તેમણે જૂતું ફેંકવાની બનેલી ઘટનાઓ અંગે આક્રમક તેવરમાં તેમણે કહ્યું કે, જૂતું ફેકનારા લોકો કાયર છે. જો તેમનામાં ખરેખર તાકાત હોય તો તેઓ ગાંધીનગર કેમ નથી જતા ? તેમને ખબર છે કે જો ત્યાં જશે તો એ લોકો તેમના 'વાહા-કાબરા' કરી નાખશે. વિરોધ પક્ષ પર હુમલો કરવો એ સત્તાધીશોની નબળાઈ છે. નોંધનિય છે કે જામનગર બાદ જૂનાગઢના બાદ મારિયા હાટીનામાં ગોપાલ પર જુતૂં ફેકવામાં આવ્યું હતું

(3:40 PM IST)