<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 18th January 2026

SIRની કામગીરી તમારા અને દેશના ભવિષ્ય માટે છે. ,આ પ્રક્રિયાથી બોગસ નામો દૂર થશે: સીઆર પાટીલ

સુરતમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલ સાથે સંવાદનો કાર્યક્રમ યોજાયો:મોટી સંખ્યામાં સરપંચો, તાલુકા અને જિલ્લા પંચાયતના સભ્યો તેમજ કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા

સુરતમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલ સાથે સંવાદનો કાર્યક્રમ યોજાયો હતો. સુરતના લા મેરેડિયન હોટલ ખાતે ભારતીય જનતા પાર્ટી નવસારી જિલ્લા દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સરપંચ, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, કોર્પોરેટર અને અપેક્ષિત કાર્યકર્તાઓ સાથે કેન્દ્રીય મંત્રીએ પાટીલે સંવાદ કર્યો હતો.

  મળતી માહિતી મુજબ,  સુરતની 'લી મેરેડિયન' હોટલ ખાતે નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત 'સંવાદ' કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી અને સાંસદ સી.આર. પાટીલે કાર્યકર્તાઓ અને જનપ્રતિનિધિઓને સંબોધિત કર્યા હતા. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સરપંચો, તાલુકા અને જિલ્લા પંચાયતના સભ્યો તેમજ કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા હતા.

   કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલે હાલમાં ચાલી રહેલી SIR એટલે કે મતદાર યાદી સુધારણાની કામગીરી પર વિશેષ ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, SIR ની કામગીરી તમારા અને દેશના ભવિષ્ય માટે છે. આ પ્રક્રિયાથી મતદાર યાદીમાં રહેલા બોગસ નામો દૂર થશે અને જેમના મૃત્યુ થયા છે તેમના નામ કમી કરવામાં આવશે. વધુમાં તેમણે ઉમેર્યું કે, 18 વર્ષ પૂર્ણ કરનાર તમામ યુવાનોના નામ આ યાદીમાં ઉમેરવામાં આવશે, જેથી લોકશાહી વધુ મજબૂત બને.

 

પાટીલે વિરોધ પક્ષ પર આકરા પ્રહાર કરતા કહ્યું કે, કોંગ્રેસ અને અન્ય વિરોધ પક્ષો નાગરિકોને ખોટા રવાડે ચડાવી રહ્યા છે અને આ પારદર્શક પ્રક્રિયામાં અડચણો ઊભી કરી રહ્યા છે. તેમણે કટાક્ષ કરતા કહ્યું કે, "કોંગ્રેસને તો 'રામ જી' ના નામથી જ તકલીફ છે, પણ આપણે રામજીને ભૂલી શકીએ નહીં." આ કાર્યક્રમ દ્વારા તેમણે કાર્યકર્તાઓને મતદાર યાદી સુધારણાના કામમાં જોતરાઈ જવા અને છેવાડાના માનવી સુધી સાચી માહિતી પહોંચાડવા આહવાન કર્યું હતું.

 

આ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, આ કાર્યક્રમ બદલ હું કેન્દ્રીય મંત્રી પાટીલ સાહેબનો હું આભાર માનું છું, નવસારી લોક સભામાં ખૂબ સારી કામગીરી કરવામાં આવી રહી છે. PM મોદી દ્વારા એક પછી એક મહત્ત્વની કામગીરી હાથ ધરવામાં આવી.દેશની આઝાદીના લડવૈયાઓએ ખૂબ સપનાઓ જોયા હતા.આ સપનાઓ આઝાદીના વર્ષો વીત્યા બાદ આ સપનાઓ પૂરા થયા.આરોગ્ય બાબતની સમસ્યા, પાકા મકાન બનાવવાનું કામ, શૌચાલય બનાવવાનું કામ, પાણી ઘર સુધી પહોંચાડવાનું કામ જેવા અનેક સપનાઓ લોકોના પૂરા કરવાનું કામ મોદી સાહેબે કર્યું છે. આપણે એક એવા નેતા સાથે કામ કરીએ છીએ જેઓ પોતાના માટે નહીં પણ લોકો માટે કામ કર્યું છે. મોદી સાહેબનો તપ દેશના તમામ લોકો માટે છે એટલે દેશના દરેક લોકોને કૈંકને કઈંક લાભ પણ મળ્યા છે. આપણે નવસારીના સાંસદ પાટીલ સાહેબ તેમજ મોદી સાહેબનો આભાર માનીએ જેમના લોકહિતના કાર્યોને લઈ લોકોને ઘણો ફાયદો થયો છે.

(4:54 PM IST)