News of Sunday, 18th January 2026
લગ્ન નોંધણીના વર્તમાન કાયદામાં કરાવવા માંગ: અમદાવાદમાં પાટીદાર સમાજનું મહાસંમેલન : ભાજપના નેતાઓ રહેશે હાજર
SPG દ્વારા આયોજિત આ રાષ્ટ્રીય સ્તરના મહાસંમેલનમાં ભાગેડુ લગ્નો સમાજ માટે ઉભા કરતા સામાજિક, કાનૂની અને પારિવારિક પડકારો પર ચર્ચા કરવામાં આવશે.

અમદાવાદ :સરકાર ઘણા સમયથી બોગસ લગણી નોંધણી સામે અમે કાયદો લાવીશું એવું કહી રહી છે પરંતુ એવું થઈ રહ્યું નથી. ત્યારે સરદાર પટેલ સેવા દળ દ્વારા આજે 6:30 વાગ્યે મહાસંમેલનનું આયોજન કરાયું છે. આમાં સૌથી મહત્વની વાત એ છે કે જે મહાસંમેલનમાં પાટીદાર સમાજ ભાજપની સરકાર સામે માગ કરી રહ્યો છે, તે જ કાર્યક્રમમાં સત્તાધારી પક્ષના જ મોટા નેતાઓ હાજર રહેવાના છે.
અમદાવાદના ગોતા વિસ્તારમાં યોજાઈ રહેલા આ કાર્યક્રમમાં સાબરમતી વિસ્તારના ધારાસભ્ય અને ભાજપના નેતા હર્ષદભાઈ પટેલ, તેમજ ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના પૂર્વ પ્રમુખ ઋત્વિજભાઈ પટેલ પણ હાજર રહેવાના છે. જેને લઈને પક્ષમાં જ અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે. પ્રશ્ન એ છે કે જે કાર્યક્રમમાં ભાજપની સરકાર સામે માગ કરવા માટે આટલી મોટી જનમેદની એક્ઠી થવાની છે, તેમાં ભાજપના નેતાઓ કેમ હાજર રહેવાના છે?
કાયદામાં દીકરીને 18 વર્ષે લગ્ન કરવાની છૂટ આપવામાં આવી છે. આ ઉંમરમાં વિજાતીય આકર્ષણ વગેરેનો ગેરલાભ લઈને કેટલાક તત્ત્વો દીકરીઓને પ્રેમજાળમાં ફસાવીને ખોટી રીતે લગ્ન નોંધણી કરાવી લેતા હોય છે અને દીકરીની જિંદગી ઉપર દાવ લગાવી દેતા હોય છે. આવું થવાથી માતા-પિતાની આબરું તો જાય છે પરંતુ તેની સાથે સાથે તેઓ મુશ્કેલીમાં મૂકાય છે. ત્યારે આ મામલે SPG આગળ આવ્યું છે. લગ્ન નોંધણી દીકરીના ગામ-શહેરમાં જ થાય, માતા-પિતાની સહી તેમજ હાજરી ફરજિયાત કરવા સહિતના ફેરફાર લગ્ન નોંધણીના કાયદામાં ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવે તેવી માગણી સાથે આજે અમદાવાદમાં મહાસંમેલન થવાનું છે. જેમાં ભાજપના જ નેતાઓ અને ધારાસભ્યો ઉપસ્થિત રહેવાના છે.
SPG દ્વારા સર્વે સમાજોને સાથે રાખીને લાંબા સમયથી લડત ચલાવામાં આવી રહી છે. આ પહેલા SPGની ટીમે રાજ્યમાં ખોટી રીતે થયેલા હજારો લગ્ન નોંધણીના કિસ્સાઓ મીડિયા સમક્ષ જાહેર કરીને તંત્રની બેદરકારી છતી કરી છે. SPGનું માનવું છે કે કાયદાકીય કડકાઈ અને સ્પષ્ટ નીતિ દ્વારા જ સમાજમાં પરિવારવ્યવસ્થાને મજબૂત બનાવી શકાય. આ મહાસંમેલન સમાજના ભવિષ્ય માટે મહત્વપૂર્ણ પગલું સાબિત થશે એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. SPG દ્વારા આયોજિત આ રાષ્ટ્રીય સ્તરના મહાસંમેલનમાં ભાગેડુ લગ્નો સમાજ માટે ઉભા કરતા સામાજિક, કાનૂની અને પારિવારિક પડકારો પર ચર્ચા કરવામાં આવશે. સંગઠન દ્વારા માંગ કરવામાં આવશે કે લગ્ન નોંધણીના વર્તમાન કાયદામાં તાત્કાલિક સુધારો કરવામાં આવે તેમજ મૈત્રી કરાર (લિવ-ઇન રિલેશનશિપ) જેવા કાયદાઓ પર પુનર્વિચાર થાય તેવી આજના સંમેલનમાં ચર્ચા થશે.
(5:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
