<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 18th January 2026

સાબરકાંઠાના તલોદમાં પોસ્ટ ઓફિસમાં 77 લાખ કરતા વધુની રકમની ઉચાપત :બે પોસ્ટ કર્મચારીઓની ધરપકડ

પોસ્ટ ઓફિસના અધિકારીઓ અને કર્મચારીઓએ મળીને રકમ જ ચાંઉ કરી ગયાનું સામે આવતા ફરિયાદ નોંધાઈ: બે આરોપીની ધરપકડ બાકીના બે આરોપીઓની પોલીસે શોધખોળ શરૂ કરી

સાબરકાંઠા જિલ્લાના તલોદમાં પોસ્ટ ઓફિસના અધિકારીઓ અને કર્મચારીઓ મળીને 77 લાખ કરતા વધુની રકમની ઉચાપત કરી છે. પોસ્ટ વિભાગને હરસોલ પોસ્ટ ઓફિસના વ્યવહારોના મામલામાં શંકા જણાતા ઓચિંતી તપાસ કરતા જ તપાસકર્તા અધિકારીઓ ચોંકી ઉઠ્યા હતા. પોસ્ટ ઓફિસના અધિકારીઓ અને કર્મચારીઓએ મળીને રકમ જ ચાંઉ કરી ગયાનું સામે આવતા ફરિયાદ નોંધાઈ છે. તલોદ પોલીસે બે પોસ્ટ કર્મચારીઓની ધરપકડ કરી છે. પોસ્ટ આસીસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા બંને આરોપીઓની પ્રાથમિક પૂછપરછ બાદ તલોદ પોલીસે ધરપકડ કરી છે. જ્યારે બાકીના બે આરોપીઓની પોલીસે શોધખોળ શરૂ કરી છે. પોસ્ટ વિભાગે ચારેય આરોપી કર્મચારી-અધિકારીને ફરજ પરથી મોકૂફ કરી દીધા છે.

(5:23 PM IST)