તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Sunday, 18th January 2026
નર્મદા ડેમ અને સ્ટેચ્યુ સહીતના પ્રોજેક્ટોમાં જમીનો ગુમાવનાર અસરગ્રસ્તોનું શોષણ બંધ કરો : ચૈતર વસાવા
સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં ફરતી ઈ બસોના 127 ડ્રાઈવરો અને 180 જેટલા જે.પી.કંપનીના કર્મચારીઓની હડતાલ સમેટાઈ

( ભરત શાહ દ્વારા ) નર્મદા :સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે છેલ્લા છ દિવસ થી ચાલતી ઇ-બસોના 127 ડ્રાઇવરોની હડતાલ ને લઇ ને ધારાસભ્ય ડેડીયાપાડા ચૈતર વસાવા આંદોલન અથવા સમાધાનની ફોર્મ્યુલા લઈને કંપનીના જવાબદાર આધિકારીઓ સાથે પરામર્સ કરતા સાતમા દિવસે હડતાળનો સુખદ અંત આવ્યો અને હડતાલ સમેટાઈ માટે બસો દોડતી થઇ સાથે જે પી. કંપનીના 180 કર્મચારીઓ પણ કંપનીના લોકો સાથે બેસી સામાધાન કરતા બંને હડતાળોનો સુખદ અંત આવ્યો છે. જેમાં ધારાસભ્ય ચૈતર વસાવા, કોંગ્રેસના જિલ્લા પ્રમુખ રણજીત તડવી (મહાકાળી) મધ્યસ્થી રહીને કર્મચારીઓને હક્કો અપાવ્યા અને ચીમકી આપી છે કે જો 15 દિવસમાં મુખ્ય માંગણીઓના સ્વીકારી તો રાજ્યના તમામ આદિવાસી પટ્ટીના આદિવસીસમાજના લોકો કેવડિયાના આ તમામ આદિવાસી કર્મચારીઓ માટે કેવડિયા આવશે અને મોટું જન આંદોલન કરશે.
આ બાબતે ધારાસભ્ય ચૈતર વસાવા એ જણાવ્યું હતું કે છેલ્લા 6 દિવસ JBM કંપનીના અધિકારીઓ તેમની 55 ઇ-બસો ચલાવતા 127 જેટલા ડ્રાઇવરો નો પગાર વધારવાની જંગ્યાએ અડધો કરી દેતા કર્મચારીઓને સરખો જવાબ નથી આપતા અમારે એટલે કડક ભાષામાં કહેવું પડ્યું કે કંપની અહીંયા અમારી જમીનો પર નહિ ચાલવા દઈશું. ત્યારે જે 22હજાર પગાર થી 15000 કરી દીધો હતો તે મૂળ પગાર કરવા સીધા ઉતાર્યા છે અને અન્ય માંગણીઓ સ્વીકારી છે 15 દિવસની મુદત પ્રક્રિયા માટે આપી છે. જો કર્મચારીઓની માંગ સ્વીકારી નહિ તો પછી જનઆંદોલન માટે તૈયાર રહે.એવીજ રીતે જે.પી. કંપની ખુબ સિનિયર કંપની તે પણ 31દિવસ કામ કરાવે ના પી.એફ આપે અને કર્મચારીઓનું શોષણ કરે એ કેટલે અંશે વ્યાજબી તેમના પણ અધિકારીઓ સાથે બેઠક કરી સમાધાન કરાવ્યું છે. હાલ તો અમે તેમની વાત માની છે પણ આ આંદોલન સમેટાયું નથી જરૂર પડે આના કરતા વધુ ફોર્સથી અને વધુ સંખ્યામાં જનસામર્થન સાથે અમે રસ્તાપર ઉતારી અમારા સ્થાનિક આદિવાસી કર્મચારીને ન્યાય અપાવીશું ની વાત કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા છ દિવસ થી બસો બંધ થઇ જતા પ્રવાસીઓ અટવાયા હતા. ત્યારે તંત્ર દ્વારા સરકારી અને અન્ય ખાનગી બસો મુકવામાં આવી હતી આ સાથે જે પ્રવાસીઓ ને ત્રણ જગ્યાએ ચેકીંગ કરવામાં આવતું તે ચેકપોસ્ટો ખુલ્લી મૂકી દેવામાં આવતી એટલે પ્રવાસીઓને જે પહેલા પોતાની ગાડી sou સર્કલ માં લઇ જવા રુટ પાસાની જરૂર પડતી હતી તે ની જરુર ના પડી લોકો મુક્ત મને ફર્યા આવું ખરેખર કાયમ થાય એવી પણ લોક માંગ ઉઠી છે.
(9:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
