<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 19th January 2026

મેજિક્વીન સટ્ટાકાંડ: ઈડીની મોટી કાર્યવાહી, ૧૪ આરોપીઓ સામે ફરિયાદ

અમદાવાદમાં ચાલતા "મેજિક્વીન" સટ્ટાબાજી કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ઈડીએ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પી એમ એલ એ) કોર્ટમાં પ્રોસિક્યુશન ફરિયાદ દાખલ કરી છે, જેમાં ૧૪ જેટલા આરોપીઓ અને કંપનીઓના નામ સામેલ છે. 

સાયબર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા નોંધાયેલી એફઆઈઆરના આધારે ઈડીએ આ તપાસ હાથ ધરી હતી. તપાસમાં બહાર આવ્યું છે કે મેજિક્વીન વેબસાઇટ અને એપ્લિકેશન દ્વારા ગેરકાયદેસર રીતે ક્રિકેટ સહિતના સ્પોર્ટ્સ પર સટ્ટો રમાડવામાં આવતો હતો અને વર્લ્ડ કપ જેવી ટુર્નામેન્ટનું ગેરકાયદેસર પ્રસારણ પણ કરવામાં આવતું હતું.

(10:31 AM IST)