હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
પાટણમાં શાકભાજી વેચીને પરત ફરતાં છકડાને ટર્બોએ ટક્કર મારતા ે સગાભાઇઓના મોત

(જયંતીભાઇ ઠક્કર દ્વારા) પાટણ, તા. ૧૯ : પાટણમાં વહેલી સવારે એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. વહેલી સવારે શાકભાજી વેચીને પરત ફરતા બે સગા ભાઇઓને ટર્બો ટ્રકે ટક્કર મારતા એકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે, જયારે એક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો, જેનું પણ સારવાર દરમિયાન મોત થયું હતું. દરમિયાન બંને ભાઈઓના શહેરમાં અંતિમયાત્રા નીકળી હતી. ફલથી સજાવીને બંનેને ઢોલ વગાડીને વાજતેગાજતે પરિવાર સાથે સ્વજનોએ વિદાય આપી હતી.
પાટણના માંખરીયા વિસ્તારમાં થઈને બંને ભાઈઓને પરિવારે વસમી વિદ્યય આપી હતી. ૩૨ વર્ષીય સુનિલ ભરતભાઈ પટણી અને ૨૪ વર્ષીય અમિત ભરતભાઈ પટણીના મળતદેહો પર ફલો લગાવ્યા હતા. ઘરેથી બંને ભાઈઓના અર્થી ઉઠી હતી. બંનેને વિદાય આપવા માટે સમાજ અને ટ્ટ પરિચિતો ઉમટયા હતા. શહેરના માર્ગો પર બંને ભાઈની ઢોલના અવાજ સાથે વાજતેગાજતે અંતિમયાત્રા કાઢવામાં આવી હતી. ત્યારબાદ સ્મશાનમાં બંનેના અંતિમસંસ્કાર કરાયા હતા.
આ દુર્ઘટના અંગે મળતી માહિતી પાટણના માંખરીયા વિસ્તારમાં રહેતો ૩૨ વર્ષીય સુનિલ ભરતભાઈ પટણી અને ૨૪ વર્ષીય અમિત ભરતભાઈ પટણી વહેલી સવારે પોતાના ખેતરમાં વાવેલી શાકભાજી લઈને અંબિકા શાક માર્કેટમાં વેચવા માટે ગયા હતા. જ્યાં શાકભાજીનું વેચાણ કરીને બંને ભાઈઓ છકડો રિક્ષામાં સવાર થઈ પરત ફરી રહ્યા હતા, તે દરમિયાન હારીજ ત્રણ રસ્તા પાસે ટર્બોએ છકડાને ટક્કર મારી હતી.
ટર્બો અને છકડો વચ્ચે અકસ્માત એટલો જોરઘર હતો કે છકડો રિક્ષાનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. અકસ્માત થતાની સાથે જ આસપાસના
લોકો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે ઘેડી આવ્યા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી, પરંતુ ત્યાં સુધીમાં સુનિલ પટણીનું મોત થઇ ચૂકયું હતું. સ્થાનિકોએ તાત્કાલિક ૧૦૮ને જાણ કરતા ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે નિલેશ ચેતવાણી તથા પાયલોટ જયસિંહ રાજપૂત દ્વારા અમિતને સારવાર અર્થે ખસેડયો હતો, જ્યાં સારવાર દરમિયાન અમિતનું પણ મોત થયું છે.
માંખરીયા વિસ્તારમાં રહેતા અને મહેનત મજૂરી કરી ગુજરાન ચલાવતા પરિવારના બે દીકરાના મોત થતા સમગ્ર પટની સમાજમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. પોલીસને ઘટનાની જાણ થતા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મળતી માહિતી મુજબ બંને ભાઈ પરિણીત હતા. મળતક સુનિલ પટણીને ત્રણ બાળકો છે. જ્યારે અમિતને એક બાળક છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
