<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 19th January 2026

૭૭મા પ્રજાસત્તાક પર્વની રાજ્યવ્યાપી ઉજવણી : વાવ-થરાદમાં રાજ્યપાલના હસ્તે થશે ધ્વજવંદન : તમામ ૩૩ જિલ્લાઓમાં મહાનુભાવો લહેરાવશે તિરંગો

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની હાજરીમાં બનાસકાંઠામાં યોજાશે રાજ્યકક્ષાનો મહોત્સવ : નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અમદાવાદમાં અને મંત્રી જીતુભાઈ વાઘાણી રાજકોટમાં કરાવશે ધ્વજવંદન : વહીવટી તંત્ર દ્વારા યાદી જાહેર

ગાંધીનગર, તા. 19 જાન્યુઆરી : ગુજરાત સરકાર દ્વારા ૨૬મી જાન્યુઆરી ૨૦૨૬ના રોજ ૭૭મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીના આયોજનને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. આ વર્ષે રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ બનાસકાંઠા જિલ્લાના વાવ-થરાદ ખાતે યોજાશે, જ્યાં રાજ્યપાલના હસ્તે સવારે ૦૯:૦૦ કલાકે ધ્વજવંદન કરવામાં આવશે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ વિશેષ રૂપે ઉપસ્થિત રહેશે. રાજ્યના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા તમામ ૩૩ જિલ્લાઓમાં ધ્વજવંદન કરનાર મહાનુભાવોની સત્તાવાર યાદી જાહેર કરવામાં આવી છે.

જિલ્લાવાર ધ્વજવંદન કરનાર મહાનુભાવોની સંપૂર્ણ યાદી:

રાજ્ય સરકારના પ્રોટોકોલ મુજબ વિવિધ જિલ્લાઓમાં નીચે મુજબના મહાનુભાવો ધ્વજવંદન કરાવશે:
 * અમદાવાદ: નાયબ મુખ્યમંત્રી હર્ષ રમેશકુમાર સંઘવી
 * રાજકોટ: મંત્રી જીતુભાઈ સવજીભાઈ વાઘાણી
 * ગાંધીનગર: મંત્રી ઋષિકેશ ગણેશભાઈ પટેલ
 * નવસારી: મંત્રી કનુભાઈ મોહનલાલ દેસાઈ
 * પોરબંદર: મંત્રી કુંવરજીભાઈ મોહનભાઈ બાવળીયા
 * વલસાડ: મંત્રી નરેશભાઈ મગનભાઈ પટેલ
 * દાહોદ: મંત્રી અર્જુનભાઈ દેવાભાઈ મોઢવાડિયા
 * સાબરકાંઠા: ડૉ. પ્રદ્યુમન ગનુભાઈ વાજા
 * ખેડા: રમણભાઈ ભીખાભાઈ સોલંકી
 * નર્મદા: ઈશ્વરસિંહ ઠાકોરભાઈ પટેલ
 * છોટાઉદેપુર: ડૉ. મનીષા રાજીવભાઈ વકીલ
 * ગીર સોમનાથ: પરસોત્તમભાઈ ઓધવજીભાઈ સોલંકી
 * કચ્છ: કાંતિલાલ શિવલાલ અમૃતિયા
 * પંચમહાલ: રમેશભાઈ ભુરાભાઈ કટારા
 * સુરેન્દ્રનગર: દર્શનાબેન મુકેશભાઈ વાઘેલા
 * ભાવનગર: કૌશિકભાઈ કાંતિભાઈ વેકરિયા
 * મહેસાણા: પ્રવીણભાઈ ગોવર્ધનજી માલી
 * ડાંગ: ડૉ. જયરામભાઈ ચેમાભાઈ ગામીત
 * અમરેલી: ત્રિકમભાઈ બીજલભાઈ છાંગા
 * વડોદરા: કમલેશભાઈ રમેશભાઈ પટેલ
 * આણંદ: સંજયસિંહ વિજયસિંહ મહીડા
 * મહીસાગર: પૂનમચંદ છાનાભાઈ બરંડા
 * પાટણ: સ્વરૂપજી સરદારજી ઠાકોર
 * બોટાદ: રિવાબા રવિન્દ્રસિંહ જાડેજા
અરવલ્લી, બનાસકાંઠા, ભરૂચ, દેવભૂમિ દ્વારકા, જામનગર, જૂનાગઢ, મોરબી, સુરત અને તાપી જિલ્લાઓમાં જે-તે જિલ્લાના કલેક્ટરો દ્વારા ધ્વજવંદન કરવામાં આવશે.

(1:11 PM IST)