<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 19th January 2026

વડોદરામાં પાંચ વર્ષની બાળકીનું શંકાસ્પદ મોત બાદ આક્રોશ: કફ સીરપ પીવડાવ્યા બાદ તબિયત લથડી

બાળકીના માસીએ દવાની આડઅસરની આશંકા વ્યક્ત કરી :યની માંગ સાથે હોસ્પિટલ ખાતે સંબંધીઓનો આક્રોશ જોવા મળ્યો

વડોદરા પાંચ વર્ષની બાળકીનું શંકાસ્પદ મોતનો મામલો સામે આવ્યો છે. જેમાં જાણવા મળ્યું છે કે, ડૉક્ટરની ચિઠ્ઠી વગરની કફ સિરપ પિવડાવતા મોતનો આક્ષેપ છે. મેડિકલ સ્ટોરથી લાવેલી સિરપ પીવડાવ્યા બાદ બાળકીની તબિયત લથડી હતી.

સારવાર માટે હોસ્પિટલ લઈ જવાય તે પહેલાં બાળકીનું મોત થયું હતુ.બાળકીના માસીએ દવાની આડઅસરની આશંકા વ્યક્ત કરી છે.ન્યાયની માંગ સાથે હોસ્પિટલ ખાતે સંબંધીઓનો આક્રોશ જોવા મળ્યો હતો.આ સમગ્ર બનાવની જાણ થતાં ACP આર.ડી.કવા ગોત્રી હોસ્પિટલ પહોંચ્યા હતા.પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મોતનું સાચું કારણ બહાર આવશે.

મૃતક બાળકીના માતા-પિતા હયાત ન હોવાથી બાળકી પોતાના દાદા-દાદી સાથે રહેતી હતી. થોડા દિવસો પહેલા બાળકીને શરદી-ખાંસી થતા બાળકીના કાકા પોતાના જ મેડિકલ સ્ટોરથી કફ સિરફ લાવ્યા હતા અને એ બાળકીને આપવામાં આવી હતી.પોલીસના જણાવ્યા અનુસાર કપ સિરપ પીવડાવ્યાના બીજા દિવસે બાળકી તંદુરસ્ત હતી પરંતુ ગતરાત્રિએ બાળકીની તબિયત લથડી હતી.

(2:06 PM IST)