હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
અમદાવાદમાં સેવન્થ-ડે સ્કૂલ જેવી વધુ એક ઘટના: ઘાટલોડિયામાં નેશનલ સ્કૂલ બહાર વિદ્યાર્થીએ અન્ય વિદ્યાર્થી પર હુમલો :એક ઘાયલ
ધોરણ 10ના એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થી પર છરી વડે હુમલો કર્યો: વિદ્યાર્થીને ઈજા પહોંચતા સારવારમાં ખસેડવામાં આવ્યો: હુમલા પાછળ જૂનો ઝઘડો હોવાની પ્રાથમિક માહિતી

અમદાવાદના ઘાટલોડિયામાં સ્કૂલ બહાર વિદ્યાર્થી પર હુમલો થયો છે. નેશનલ સ્કૂલ બહાર વિદ્યાર્થીએ અન્ય વિદ્યાર્થી પર હુમલો કર્યો. વિદ્યાર્થીએ જૂની અદાવતમાં ચપ્પુ વડે ઘાતકી હુમલો કર્યો. શાળાની બહાર વિદ્યાર્થીએ ચપ્પુ વડે હુમલો કરતાં એકને ઈજા પહોંચી છે. સમગ્ર મામલે વિદ્યાર્થીને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો.
મળતી માહિતી મુજબ, અમદાવાદમાં સેવન્થ-ડે સ્કૂલ જેવી વધુ એક ઘટના ઘટી છે. ઘાટલોડિયા વિસ્તારની નેશનલ સ્કૂલ બહાર ધોરણ 10ના એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થી પર છરી વડે હુમલો કર્યો હતો. આ ઘટનામાં વિદ્યાર્થીને ઈજા પહોંચતા સારવારમાં ખસેડવામાં આવ્યો છે. હુમલા પાછળ જૂનો ઝઘડો હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. ઘટનાની જાણ થતાં ઘાટલોડિયા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. આ મામલે ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
CCTV ફૂટેજમાં દેખાઇ રહ્યું છે કે, ઘાટલોડિયામાં નેશનલ સ્કૂલ બહાર વિદ્યાર્થીઓના ટોળે ટોળા દેખાઇ રહ્યા છે. તેવામાં અચાનક અન્ય વિદ્યાર્થી પર હુમલો કર્યો હોવાનો વીડિયોમાં સ્પષ્ટ પણે દેખાઇ રહ્યું છે કે, વિદ્યાર્થી પર બેલ્ટ અને દંડા વડે હુમલો થયાની ચર્ચા પણ થઇ રહી છે. 5થી 6 લોકોએ હુમલો કર્યાનો સ્થાનિકોએ આક્ષેપ પણ કર્યા છે. વિદ્યાર્થી પર જૂની અદાવતમાં હુમલો થયાની પ્રાથમિક વિગતો મળી રહી છે. પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, સ્કૂલની બહાર ધોરણ 10ના વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થઈ હતી. સ્કૂલના વિદ્યાર્થીઓ વચ્ચે બોલાચાલી બાદ ઝઘડો મારામારી સુધી પહોંચી ગયો હતો. હાલમાં આ મામલે આગળની કાર્યવાહી ચાલી રહી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
