News of Monday, 19th January 2026
સુઇગામ સિવિલ કોર્ટનો આસિસ્ટન્ટ લાંચ લેતા ઝડપાયો
બનાસકાંઠામાં એસીબીની સફળ ટ્રેમ્પ

વાવઃ બનાસકાંઠાના વાવ-થરાદ પંથકમાં સુઈગામ પ્રિન્સીપાલ સિવિલ કોર્ટના આસિસ્ટન્ટને લાંચ લેતા રંગેહાથ ઝડપાયો છે.
એક અરજદારના દાવાના કામ અર્થે સ્થળ પંચનામું કરવાનું હતું. નિયમ મુજબ પંચનામું કરવા માટેની સરકારી ફી ભરવાની હોય છે, જે ફરિયાદીએ ભરી દીધી હતી. તેમ છતાં, સુઈગામ કોર્ટમાં આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા શક્તિદાન જુજારદાન ગઢવીએ આ કામ કરી આપવા માટે વધારાના રૂા. ૩,૦૦૦ ની લાંચની માંગણી કરી હતી.
ફરિયાદીએ ACBનો સંપર્ક કર્યો અને ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે ACBની ટીમે આરોપી શક્તિદાન ગઢવીએ ફરિયાદીને લાંચની રકમ રૂા. ૩ હજાર આપવા માટે ભાભરના વાવ સર્કલ પાસે બોલાવ્યા હતા. ત્યારેજ ACBની ટીમે ત્રાટકીને શક્તિદાન ગઢવીને રંગેહાથ ઝડપી લીધો હતો.
(3:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
