POK લોહિયાળ બન્યું: ૧૨૦ના મોત 2:41 PM
ઉતર ગુજરાતમાં અન્નપૂર્ણાધામ અને ભોજનાલય બનાવાશેઃ નરહરિ અમીન
પાટણમાં પ્રતિભા સન્માન પ્રસંગે મહત્વની જાહેરાત

પાટણ ખાતે બેતાલીસ લેઉવા પાટીદાર સમાજ આયોજીત પ્રતિભા સન્માન સમારંભ પ્રસંગે નરહરિ અમીન, કીર્તિભાઇ પટેલ, કે.સી. પટેલ, પી.એસ. પટેલ, પ્રમોદ પટેલ વગેરે ઉપસ્થિત રહયા હતા.
રાજકોટ તા.૧૯: ઉતર ગુજરાતના પાટણ ખાતે બેતાલીસ લેઉવા પાટીદાર સમાજ સેવા મંડળ દ્વારા યોજાયેલ પ્રતિભા સન્માન પ્રસંગે અન્નપૂર્ણાધામ ટ્રસ્ટ અડાલજના પ્રમુખ અને રાજયસભાના સભ્ય શ્રી નરહરિ અમીન અડાલજ ગાંધીનગરની જેમ ઉતર ગુજરાતમાં લેઉવા પટેલોના આરાધ્યદેવી શ્રી અન્નપૂણા માતાજીનું ધામ અને ભોજનાલય બનાવવાની જાહેરાત કરેલ. તેના સ્થળ સહિતના વિગતવાર આયોજનની જાહેરાત હવે પછી થશે.
શ્રી નરહરિ અમીને સમાજના તેજસ્વી તારલાઓને સફળતા બદલ અભિનંદન સાથે શુભેચ્છા પાઠવી હતી.
બેતાલીસ લેઉવા પાટીદાર સમાજ સેવા મંડળ , પાટણ દ્વારા આયોજિત ઇનામ વિતરણ અને સન્માન સમારંભ શ્રી નરહરિ અમીન (સંસદસભ્ય, રાજ્યસભા અને પ્રમુખ શ્રી અન્નપૂર્ણાધામ ટ્રસ્ટ અડાલજ) ના મુખ્ય મહેમાન પદે ખોડાભા હોલ, હાંસાપુર, પાટણ ખાતે યોજવામાં આવ્યો હતો. આપ્રસંગે અતિથિ વિશેષ પદે શ્રી પી એસ પટેલ (સીએમડી, PSP પ્રોજેક્ટ ), શ્રી પ્રમોદભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
સંસ્થાના પ્રમુખ શ્રી કીર્તિભાઇ પટેલ, ભાજપ ના આગેવાન શ્રી કે સી પટેલ તેમજ ટ્રસ્ટીઓ, કારોબારી સભ્યો તેમજ સન્માનિત વિદ્યાર્થીઓ અને આગેવાનો તેમજ પાટીદાર સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
