તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Monday, 19th January 2026
વડોદરા પોલીસે ૨૦૨૫ સાલમાં ૨ કરોડથી વધુનું ડ્રગ્સ પકડી ૮૨ આરોપીની ધરપકડ કરી છે : નરસિંહમાં કોમાર
વડાપ્રધાનની નિશ્રામાં નવું ભારત દેશ દુનિયામાં પ્રગતિના મક્કમ ડગ માંડી રહ્યું છે, ત્યારે ડ્રગ્સ રૂપી કાળો પડછાયો ગ્રહણ ન બને તે જોવું દરેક લોકો માટે જરૂરી નહિ આજના સમયમાં ખૂબ આવશ્યક છે : પોલીસ કમિશનર... પોલીસ કમિશરની હૃદયસ્પર્શી અપીલ : સમગ્ર સમાજે સાથે મળી નશામુકત વડોદરા અભિયાનમાં કટ્ટીબદ્ધ બનવા સંકલ્પ કર્યો, અદભુત દૃશ્યો સર્જાયા

રાજકોટ, તા.૧૯: નવું ભારત અદભુત પ્રગતિ તરફ મક્કમતાથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતળત્વમાં ડગ માંડી રહ્યું છે તેવા સમયે આ પ્રગતિના પ્રકાશમાં કાળા પડછાયારુપી ડ્રગ્સનું ગ્રહણ આપણી હાલની યુવા અને ભાવી પેઢીને બરબાદ ન કરે તે માટે તંત્ર સાથે આખા સમાજે સક્રિયતા દાખવવી પડશે તેમ વડોદરા પોલીસ દ્વારા દેશની પ્રગતિની ગાથા ના શોર્ટ ફિલ્મ સાથે હૃદયસ્પર્શી અપીલ કરતા વડોદરા પોલીસ કમિશનર નરસિંહમાં કોમાર દ્વારા જણાવ્યું હતું.
પોલીસ કમિશનર નશામુકત વડોદરા અભિયાન હેઠળ લોક જાગળતિ માટે આખા સમાજને સાથે જોડી ડ્રગ્સ જેવા દૂષણો માટે સંયુકત પ્રયાસો કેટલા જરૂરી છે તે પ્રતિપાદિત કરવા યોજેલ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ધારાસભ્ય યોગેશભાઇ પટેલ, ધારાસભ્ય શૈલેષભાઈ પટેલ, ધારાસભ્ય કેયુરભાઈ રોકડિયાની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલ પરિણામલક્ષી સમારોહમાં સંબોધન કરી રહ્યા હતા. આ કાર્યક્રમમાં એસ એસ જી હોસ્પિટલના સુપ્રિરંજન ઐયર, જાણીતા ગાયક ઉમેશભાઈ બારોટ, અધિક પોલીસ કમિશનર ડો.લીના પાટીલ તથા તમામ ડીસીપી, એસીપી સહિત પોલીસ અને સમાજના વિવિધ વર્ગના લોકો ઉપસ્થિત રહી નશા મુકત વડોદરા અભિયાન માટે કટીબદ્ધ હોવાની પ્રતીતિ કરાવેલ.
આ કાર્યમાં મહત્વનું યોગદાન આપનાર નશાબંધી અને પોલીસ સ્ટાફનું બહુમાન કરવામાં આવેલ. સને ૨૦૨૪માં વડોદરા શહેરમાં ડ્રગ્સના કુલ - ૧૮ કેસો કરી - ૪૧ આરોપીઓની ધરપકડ કરેલ છે અને રૂ.૨,૩૩,૧૫,૯૪૨/ (બે કરોડ, બે લાખ, છવ્વીસ હજાર આઠસો અઢાર)નો ટોટલ મુદ્દામાલ કબજે કરેલ છે. પોલીસ કમિશનરશ્રી દ્વારા આંકડાકીય.માહિતી દ્વારા સમજાવેલ આભારવિધિ ડીસીપી ક્રાઇમ હિમાંશુ કુમાર વર્મા દ્વારા થયેલ.
(4:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
