હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સનાતન ધર્મ સિધ્ધ અને શુધ્ધ છેઃ પૂ. મોરારીબાપુ
અહિંસા વિશ્વ શાંતિ કેન્દ્ર દ્વારા દિલ્હીના ‘ભારત મંડપમ'ના વિશાળ સંવાદ ગૃહમા ‘માનસ સનાતન ધર્મ' શ્રી રામ કથાનો આજે ત્રીજો દિવસ

રાજકોટ, તા., ૧૯: પરમ ધર્મ શ્રૃતિ બિદીત અહિંસા ા પર નિંદા સમ અથ ન ગરીસા ાા ધરમુ ન દુસર સત્ય સમાના ા આગમ નિગમ પુરાન લખાના ાા રામ હિ કેવલ પ્રભુ પિયારા ા જાની લેઉ જો મન નિહારા ાા જેકી બિધિ પ્રભુ પ્રસન્ન મન હોઇ ા કરૂના સાગર કીજીએ સોઇ ાા
રામચરીત માનસની ઉપરોકત ચોપાઇઓને કેન્દ્રસ્થ પ્રિય બાપુની રામકથા માનસ સનાતન ધર્મ નો ગત શનિવારથી ભારતની રાજધાની દિલ્હીના ભવ્ય ભારત મંડપમના સવાદ ગૃહમાં શુભમંગલ પ્રારંભ થયો હતો. સંતો-મહંતો-મુનીઓ દ્વારા દિપ પ્રાગટય કરવામાં આવ્યું હતુ઼. આ અવસરે કથાના મુખ્ય સંયોજક જૈનાચાર્યશ્રી લોકેશ મુનીજી તથા ભારતના પુર્વ રાષ્ટ્રપતિશ્રી રમાનાથ કોવીંદ ભારતના વર્તમાન ઉપરાષ્ટ્રપતિ શ્રી સી.પી. રાધાકૃષ્ણન, જ્ઞાનાનંદજી મહારાજ (ગીતામણીજી-કરૂક્ષેત્ર) રમણરેતીના મુનીશ્રી ચિદાનંદ મહારાજ (પરમાર્થ નિકેતન-ઋષિકેશ) વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહયા હતા. શનિવાર-કથાના પ્રેમ સંવાદમાં પ્રવેશ કરતા પ્રિય બાપુએ કહયું હતું કે રામ, કૃષ્ણ, ભગવાન શિવજી સનાતન છે. મહાવીર, બુધ્ધ વગેરે પણ સનાતન છે. બહીર તત્વને મારે તે વીર છે, ભીતરને મારે તે મહાવીર છે પણ કોઇનેય માર્યા વગર મારે નહી પણ તારે તે પરમવીર છે. સનાતન એ વૈશ્વીક વિચાર છે. સંકિર્ણ નથી. રામકથા ઘણા ઘણા જૈન તીર્થોમાં થઇ છે અને એના મનોરથી જુદા જુદા હોય છે પણ કોઇ જૈનમુનિજી દ્વારા રામકથાનું આયોજન થયું હોય તો એવો અવસર પ્રથમ છે.
અહિંસા વિશ્વ શાંતિ કેન્દ્ર (અહિંસા વિશ્વ ભારત-દિલ્હી) ના જૈનાચાર્ય દ્વારા સનાતનીય વિચાર લઇને મુનીશ્રી આ કથાના નિમિત બન્યા છ. એ માટે મારી પ્રસન્નતા વ્યકત કરૂ છું. આપણી વૈદિક સનાતન ધર્મ પરંપરા વૈશ્વીક છે. વૈ એટલે જ વૈશ્વિક અને દિક એટલે દિશાઓ. ધિક શબ્દ પણ છે. ધિક એટલે ધિક્કાર, વિશ્વમાં કોઇને કોઇ પણ પ્રત્યે ધિક્કાર ન હોય સમગ્ર વિશ્વમાંથી ધિક્કારનો નાશ થાય એ અર્થમાં પણ આ કથા વૈધિક છે.
કથાનો બીજો દિવસ રવિવાર-ગઇકાલે રામકથાનો પ્રેમમયી સંવાદ આગળ ધપાવતા બાપુએ જણાવ્યું હતું કે રામ સત્ય સ્વરૂપ છે. સત્ય એ રામનો મોટો પ્રભાવ છે. પ્રેમ રામનો સ્વભાવ છે. રામ કેવળ પ્રેમપ્રિય છે. તુલસી લખે છે રામ હિ કેવલ પ્રેમુ પિયારા જયારે કરૂણા રામનો પ્રવાહ છે. ધારા છે. સત્ય, પ્રેમ, કરૂણાએ સનાતન ધર્મની પ્રસ્થાનત્રયી છે. વેદકાલીન વૈદિક સનાતન ધર્મ એ સ્વભાવ છે. સનાતન ધર્મના આઠ અંગ છે. એટલે કે લક્ષણ ગુરૂકૃપાથી સનાતન ધર્મના આઠ લક્ષણો તલગાજરડી દ્રષ્ટિએ આ મુજબ છે. (૧) સત્ય (ર) રૂત (૩) યજ્ઞ (૪) ધર્મ ને કર્મમમાં પરિવર્તીત કરવું (પ) પૂર્વ જન્મ અને પુર્ન જન્મ (પુનઃ જન્મ) (૬) ધ્યાન (૭) વર્ણાશ્રમ અને (૮) વર્ણ વ્યવસ્થા.
આ જગતમાં કોઇ અસીમ હોય તો તે આકાશ છે. સનાતન ધર્મ ગગન સ્વભાવ છે (ગગન સિધ્ધાંત નહીં ! ‘સિધ્ધાંત' શબ્દ અને અનુકુળ નથી) ધર્મ એટલે શુધ્ધ અધ્યાત્મ ભગવત ગીતામાં પણ કહેવાયું કે, સ્વભાવ એજ અધ્યાત્મ. સનાતન ધર્મ અર્થોયાજન માટે નથી. કળિયુગના પ્રભાવને કારણે આપણે ધર્મને જુદી-જુદી રીતે અર્થોયાજન સાધન બનાવી દીધું છે. ધર્મ સાધન નહીં, સાધ્ય છે. આપણા શાષાો એ કહયું કે માયા (એટલે કે કંચન અને કામિની) છોડો અને આચરણમાં લાવો. અત્યારે કળિયુગમાં આવો અર્થ કર્યો કે માયા છોડો અને (માયાને) આ ચરણમાં લાવો! (અમારા પગમાં લઇ આવો!)
ગઇકાલે કથા પ્રારંભે ઓશો (આચાર્ય રજનીશ)ના નાનાભાઇ સ્વામી શૈલેન્દ્રજીએ પ્રાસંગિક વકતવ્ય આપ્યું હતું. અને વ્યાસપીઠને એક ગ્રંથ અર્પણ કર્યો હતો. ઉપરાંત દિલ્હી વિધાનસભાના અધ્યક્ષ શ્રી વિજયેન્દ્ર ગુપ્તાજી ઉપસ્થિત રહ્યા હતાં. અને પોતાની પ્રસન્નતા વ્યકત કરી હતી. બાપુએ સ્વામી શૈલેન્દ્રજી અને વિજયેન્દ્ર ગુપ્તાજીને આવકાર્યા હતાં. બાપુએ પ્રેમપૂર્વક જણાવ્યું હતું કે મને વિધાનસભાના અધ્યક્ષશ્રીએ વિધાનસભામાં આવવાનું નિમંત્રણ આપ્યું હતું પણ તમે વિધાનસભા છોડીને આ અમારી પ્રેમસભામાં આવ્યા છો એનાથી મોટું સન્માન શું હોય શકે ! અહીંયા આપણે મળી લીધું. એટલે વિધાનસભામાં આવવું જરૂરી નથી, સહજતાથી - પ્રેમથી કહું છું. અને લોકેશન મુનિજીએ કહયું કે, એમણે ૧ર-૧૪ વર્ષની ઉંમરે રામ નામ સાંભળીને વૈરાગ્ય થઇ ગયો, તો હું કહું કે હવે રામકથા-રામનું ચરિત્ર સાંભળીને અનુરણ થઇ જાય...!
-મનોજ જોષી ‘મજો' રાજકોટ









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
