News of Monday, 19th January 2026
છેલ્લા 7 વર્ષથી ચર્ચા કરવામાં આવે છે ,હજુ ફ્રેમ વર્ક ચાલે છે :ગેરકાયદે દબાણો સહિતની સમસ્યા મામલે હાઇકોર્ટે રાજ્ય સરકારનો લીધો ઉધડો
હાઈકોર્ટે કહ્યું. દબાણ અને ટ્રાફિક મામલે કડક કાર્યવાહીની જરૂર : રાજ્યમાં બેરોજગારી છે, તેમને કમાવવા જોઈએ છે. રોજગારી માટે લોકો રસ્તા પર મહેનત કરી રહ્યા છે. “તમારી પાસે પ્લોટ છે, જગ્યા છે તેમને નહીં ફાળવો તો પર દબાણ કરશે”

અમદાવાદ : ગુજરાત હાઇકોર્ટએ રાજ્ય સરકારને ફટકાર લગાવી છે. ગેરકાયદે દબાણો સહિતની સમસ્યા મામલે હાઇકોર્ટે રાજ્ય સરકારનો ઉધડો લીધો છે. અમે કોઈ મોનીટરીંગ એજન્સી નથી, ઈનફ ઈઝ ઈનફ તેવુ હાઈકોર્ટે કહ્યું. દબાણ અને ટ્રાફિક મામલે કડક કાર્યવાહીની જરૂર છે. કોઈ એક્શન પ્લાન કે પોલિસી નથી. જે જગ્યા અથવા વિસ્તારની ચર્ચા થાય છે, ત્યાં પહોંચીને કામ કરવામાં આવે છે. છેલ્લા 7 વર્ષથી ચર્ચા કરવામાં આવે છે અને હજુ ફ્રેમ વર્ક ચાલે છે તેવો પ્રશ્ન પણ હાઈકોર્ટે કર્યો હતો. રાજ્યમાં બેરોજગારી છે, તેમને કમાવવા જોઈએ છે. રોજગારી માટે લોકો રસ્તા પર મહેનત કરી રહ્યા છે. “તમારી પાસે પ્લોટ છે, જગ્યા છે તેમને નહીં ફાળવો તો પર દબાણ કરશે”. અનેક બેરોજગાર વાહન ચાલકો છે કે જે કામ કરવા ઈચ્છે છે. રાજ્ય સરકાર તરફે એડવોકેટ જનરલે વધુ એક વખત સમય માંગ્યો છે. 27 એપ્રિલના રોજ વધુ સુનાવણી હાથ ધરાશે.
(7:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
