<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 19th January 2026

સુરતના અરેઠનાં તાડકેશ્વરમાં નવનિર્મિત ટાંકી ટેસ્ટ દરમિયાન જ ધડાકાભેર તૂટી પડી

. 11 લાખ લીટરની ટાંકીમાં તપાસ માટે 9 લાખ લીટર પાણી ભરવામાં આવ્યુ હતુ: ટાંકી તૂટી પડતા બાંધકામમાં મોટાપાયે ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ થઈ રહ્યા છે.

સુરતના અરેઠના તડકેશ્વર ગામે લાખોના ખર્ચે બનાવાયેલી નવનિર્મિત પાણીની ટાંકી ધરાશાયી થઈ ગઈ છે. 11 લાખ લીટરની ટાંકીમાં તપાસ માટે 9 લાખ લીટર પાણી ભરવામાં આવ્યુ હતુ. જો કે ટેસ્ટિંગ દરમિયાન જ ટાંકી ધડાકાભેર ધરાશાયી થઈ જેમા ત્રણ મજૂરોને ઈજા પહોંચી છે. ટાંકી ધરાશાયી થતા ઠેર-ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. નવ નિર્મિત ટાંકી તેના ટેસ્ટીંગ દરમિયાન જ તૂટી પડતા બાંધકામમાં મોટાપાયે ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. 

ઘટના બાદ રહીરહીને પૂરવઠા યોજનાના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને ટાંકીના ધરાશાયી થવા અંગેની સમીક્ષા કરી હતી. એક અધિકારીના જણાવ્યા અનુસાર SVNIT દ્વારા રિપોર્ટ તૈયાર કરવામાં આવશે અને રિપોર્ટને આધારે કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરાશે.

(8:32 PM IST)