હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
રાજ્યમાં કાયદો વ્યવસ્થા કથળી : અમિત ચાવડાએ ભાજપ પર આકરા પ્રહારો કર્યાં: ગેરવહિવટ, ભ્રષ્ટાચારને પોષણ આપવાનો આરોપ લગાવ્યો
સુરતમાં જન આક્રોશ યાત્રા કતારગામ દરવાજાથી મહાનગરપાલિકા કચેરી સુધી નીકળી: પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, વિધાનસભામાં કોંગ્રેસ પક્ષનેતા ડો. તુષાર ચૌધરી, તેમજ દક્ષિણ ઝોનના પ્રભારી શ્રીનિવાસનજી અને ભારત સરકારના પૂર્વ મંત્રી ભરતસિંહ સોલંકી સહિતના નેતાઓ જોડાયા

સુરતમાં કોંગ્રેસ દ્વારા જન આક્રોશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ જન આક્રોશ યાત્રા કતારગામ દરવાજાથી મહાનગરપાલિકા કચેરી સુધી નીકળી હતી. કોંગ્રેસની આ જન આક્રોશ યાત્રામાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, વિધાનસભામાં કોંગ્રેસ પક્ષનેતા ડો. તુષાર ચૌધરી, તેમજ દક્ષિણ ઝોનના પ્રભારી શ્રીનિવાસનજી અને ભારત સરકારના પૂર્વ મંત્રી ભરતસિંહ સોલંકી સહિતના નેતાઓ જોડાયા હતા.
અમિત ચાવડાએ આ રેલીમાં ભાજપ પર આકરા પ્રહારો કર્યાં હતા અને ગેરવહિવટ, ભ્રષ્ટાચારને પોષણ આપવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે રાજ્યમાં કાયદો વ્યવસ્થા કથળી હોવાનો દાવો કર્યો હતો.
વધુમાં જણાવ્યું હતું કે સુરતની જનતાનો અવાજ બુલંદ કરવા માટે જનતાના આક્રોશને વાચા આપવા માટે આજે શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા જન આક્રોશ પદયાત્રા કરવામાં આવી રહી છે, આવનારા દિવસોમાં આજ રીતે સુરત શહેરના 30 વોર્ડમાં જનતાના પ્રશ્નો સાંભળીશું એના અવાજને બુલંદ કરીશું .









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
