હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Monday, 19th January 2026
રાજપીપળા શહેરમાં લોકોએ ગેરકાયદેસર પાણીની મોટર લગાવતા ઘણા ઘરોમાં પાણીની કટોકટી
વર્ષોથી મોટરના કારણે અનેક લોકોના ઘરોમાં પાણીનો પ્રવાહ ઓછો આવતા મુશ્કેલી: પાલિકાએ આ બાબતે ચેકીંગ કરી ગેરકાયદેસર મોટર લગાવનારા લોકો પર પગલાં લેવા જરૂરી

( ભરત શાહ દ્વારા ) નર્મદા :હાલમાં શિયાળાની સિઝન ચાલુ હોવા છતાં પાણીની મોકાણ જોવા મળી રહી છે જેમાં ખાસ તો આખા શહેરમાં ઘણા લોકોએ પાણી માટે ઇલેક્ટ્રિક મોટર મૂકતા અન્ય લોકો હેરાન થઈ રહ્યા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર રાજપીપળામાં પાલિકા દ્વારા આપવામાં આવતા પીવાના પાણીની સમસ્યા સમય જતા વધુ ગંભીર થતી જોવા મળે છે જેનું મુખ્ય કારણ ફળિયે ફળિયે ઘણા ઘરોમાં પાણીની મોટર મૂકી દેતા મોટર વિનાના ઘરોમાં પાણી નો પ્રવાહ ઓછો મળતા લોકોના ઘરની ટાંકી પણ ભરાતી નથી આવા સંજોગોમાં નગરપાલિકા દ્વારા ગેરકાયદેસર મોટરો મૂકનાર લોકો સામે કડક કાર્યવાહી કરી મોટર જપ્ત કરવા સહિતના નિયમોનુસાર પગલા લેવા જોઈએ, જોકે વર્ષોથી આ રીતે ગેરકાયદેસર મોટર લાગેલી છે પરંતુ હાલમાં મોટરની સંખ્યા વધતા પાણીની સ્થિતિ વધુ વિકટ જોવા મળે છે માટે પાલિકા દ્વારા આ બાબતે કાર્યવાહી જરૂરી બની છે.
(9:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
