<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 20th January 2026

કાઝીરંગામાં પંદર દિવસમાં ત્રણ વાઘના મોત: ત્રણેયના મોત શંકાસ્પદ રીતે અંદરોઅંદરની લડાઈ (ઈનફાઈટીંગ)ને કારણે થયા હોવાનું પ્રાથમિક તારણ

વાઘો સામાન્ય રીતે પોતાના વિસ્તાર (ટેરેટરી) માટે એકબીજા સાથે લડતા હોય છે, પરંતુ ટૂંકા ગાળામાં ત્રણ વાઘોના મોત વન્યજીવ પ્રેમીઓ માટે ચિંતાનો વિષય

પર્યાવરણને લગતી ચિંતાજનક ઘટના સામે આવી છે. આસામના વિશ્વપ્રસિદ્ધ કાઝીરંગા નેશનલ પાર્ક અને ટાઈગર રિઝર્વમાં છેલ્લા ૧૫ દિવસમાં ત્રણ રોયલ બેંગલ ટાઈગર્સના મોત થયા છે. વન વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ ત્રણેય વાઘોના મોત શંકાસ્પદ રીતે અંદરોઅંદરની લડાઈ (ઈનફાઈટીંગ)ને કારણે થયા હોવાનું પ્રાથમિક તારણ છે. વાઘો સામાન્ય રીતે પોતાના વિસ્તાર (ટેરેટરી) માટે એકબીજા સાથે લડતા હોય છે, પરંતુ ટૂંકા ગાળામાં ત્રણ વાઘોના મોત વન્યજીવ પ્રેમીઓ માટે ચિંતાનો વિષય છે.

 

(12:42 AM IST)