News of Tuesday, 20th January 2026
જગદીશ વિશ્વકર્માએ જાહેર કરી નવી પ્રદેશ કારોબારીઃ કુલ ૧૦૫ દિગ્ગજ નેતાઓની વરણી
ગુજરાત ભાજપના સંગઠન માળખામાં ધરખમ ફેરફાર : વજુભાઈ વાળા, નીતિનભાઈ પટેલ અને પરષોત્તમભાઈ રૂપાલા સહિતના સીનિયર નેતાઓને વિશેષ આમંત્રિત તરીકે સ્થાનઃ આગામી ચૂંટણીઓ પૂર્વે સંગઠનને મજબૂત બનાવવા અનુભવી અને નવા ચહેરાઓનો સમન્વય : રાજકોટના નેતાઓ વજુભાઇવાળા, ભાનુબેન બાબરીયા, ગોવિંદભાઇ પટેલ, અરવિંદભાઇ રૈયાણી, ધનસુખભાઇ ભંડેરી, કમલેશભાઇ મિરાણી, કશ્યપભાઇ શૂકલ અને રાજુભાઇ ધ્રુવને પણ સ્થાન મળ્યું

ગાંધીનગરઃ ભારતીય જનતા પાર્ટી, ગુજરાતના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા દ્વારા રાજ્યમાં સંગઠનાત્મક નિમણૂંકોની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યમાં પાર્ટીના માળખાને વધુ સુદ્રઢ બનાવવાના આશયથી ૭૯ સભ્યોની પ્રદેશ કારોબારી અને ૨૬ સભ્યોની પ્રદેશ વિશેષ આમંત્રિત યાદી જાહેર કરવામાં આવી છે. આ નિમણૂંકોમાં રાજ્યના ખૂણેખૂણેથી પાયાના કાર્યકરો અને સિનિયર નેતૃત્વને સ્થાન આપીને સંતુલન જાળવવાનો પ્રયાસ કરાયો છે.
૭૯ સભ્યોની નવી પ્રદેશ કારોબારીઃ પ્રદેશ કારોબારીમાં સુરત, અમદાવાદ (કર્ણાવતી), રાજકોટ અને વડોદરા જેવા મહાનગરો સહિત વિવિધ જિલ્લાઓના અગ્રણીઓને જવાબદારી સોંપવામાં આવી છે. આ યાદીમાં દર્શનાબેન જરદોશ (સુરત શહેર), ભાનુબેન બાબરીયા (રાજકોટ શહેર), નિમીષાબેન સુથાર (પંચમહાલ), વર્ષાબેન દોશી (સુરેન્દ્રનગર), શિતલબેન સોની (નવસારી), જાહનવીબેન વ્યાસ (ખેડા), ડો. ઋત્વિજભાઈ પટેલ (કર્ણાવતી), હિતેશભાઈ પટેલ (સાબરકાંઠા), હર્ષદભાઈ વસાવા (નર્મદા), અર્જુનભાઈ ચૌધરી (સુરત જી.), ડો. દીપિકાબેન સરડવા (મોરબી), યોગેશભાઈ ગઢવી (કર્ણાવતી), જયરાજસિંહ પરમાર (મહેસાણા), સીમાબેન મોહિલે (વડોદરા શહેર), અનિતાબેન પરમાર (ગાંધીનગર શહેર), રાજેન્દ્રસિહ કુંવર (તાપી) અને પુષ્પાબેન ઠાકોર (પાટણ) નો સમાવેશ થાય છે.
આ ઉપરાંત દુષ્યંતભાઈ પંડ્યા (ગાંધીનગર શહેર), રાજેશભાઈ શુક્લ (ગાંધીનગર શહેર), ભરતભાઈ આર્ય (પાટણ), ગજેન્દ્રભાઈ સક્સેના (સાબરકાંઠા), ડો. ભરતભાઈ ડાંગર (વડોદરા શહેર), સતીષભાઈ પટેલ-છાણી (વડોદરા શહેર), પરાક્રમસિંહ જાડેજા (વડોદરા શહેર), ધર્મેશભાઈ પંડ્યા (વડોદરા જિલ્લો), માધુભાઈ કથિરીયા (નવસારી), ધવલભાઈ દવે (ભાવનગર જી.), બ્રિજરાજાસિહ ઝાલા (બોટાદ), હિમતભાઈ પડશાળા (ગીર સોમનાથ), ધનસુખભાઈ ભંડેરી (રાજકોટ શહેર), કશ્યપભાઈ શુક્લ (રાજકોટ શહેર), હર્ષદગીરી ગોસાઈ (અમદાવાદ જી.), રાજેન્દ્રભાઈ પટેલ (અરવલ્લી), નીતિનભાઈ સી. પટેલ (મહેસાણા), દશરથજી ઠાકોર (પાટણ), રાજેશભાઈ પટેલ-ધર્મજ (આણંદ), મારુતિસિંહ અટોદરિયા (ભરૂચ) અને દશરથભાઈ પવાર (ડાંગ) ને પણ સ્થાન મળ્યું છે.
આ ઉપરાંત યાદીમાં નિરંજનભાઈ ઝાંઝમેરા (સુરત શહેર), અભયસિંહ ચૌહાણ (ભાવનગર શહેર), મહેન્દ્રભાઈ પીઠીયા (ગીર સોમનાથ), વિમલભાઈ કગથરા (જામનગર શહેર), પુનિતભાઈ શર્મા (જુનાગઢ શહેર), કિરીટભાઈ પટેલ (જુનાગઢ જી.), કમલેશભાઈ મિરાણી (રાજકોટ શહેર), દિલીપભાઈ એમ. પટેલ (સુરેન્દ્રનગર), શબ્દશરણભાઈ તડવી (નર્મદા), અરવિંદભાઈ રૈયાણી (રાજકોટ શહેર), શશીકાંતભાઈ પંડ્યા (બનાસકાંઠા), પ્રો. તેજશ્રીબેન પટેલ (અમદાવાદ જી.), જીજ્ઞેશભાઈ સેવક (મહીસાગર), રાજુભાઈ ધ્રુવ (રાજકોટ શહેર), મહેશભાઈ મોદી (ગાંધીનગર શહેર), કરશનભાઈ ગોંડલીયા (સુરત શહેર), વિશાલભાઈ પટેલ (કર્ણાવતી), ગૌતમભાઈ શાહ (કર્ણાવતી), બિજલબેન પટેલ (કર્ણાવતી), હેમાલીબેન બોઘાવાલા (સુરત શહેર) અને ડો. જગદીશભાઈ પી. પટેલ-બલ્લર (સુરત શહેર)ના નામ જાહેર કરાયા છે.
યાદીના અંતિમ ચરણમાં રમેશભાઈ દેસાઈ (કર્ણાવતી), સત્યેનભાઈ કુલાબકર (વડોદરા શહેર), દિલીપભાઈ બારડ (ગીર સોમનાથ), ચંદ્રેશભાઈ હેરમા (જુનાગઢ શહેર), નરેન્દ્રભાઈ પુરોહિત (કર્ણાવતી), પ્રતિમાબેન પી. પરમાર (પંચમહાલ), ભાવિશાબેન પી. પટેલ (મહેસાણા), કલ્પનાબેન પટેલ (વડોદરા જી.), અમિતાબેન એ. પટેલ (નવસારી), રાજુભાઈ પ્રિયદર્શી (સુરત શહેર), દ્રમજીભાઈ માવાણી (સુરત શહેર), વિનયભાઈ શુક્લ (સુરત શહેર), દિલીપસિહ એ. ચુડાસમા (જામનગર જી.), ભાવનાબેન હિરપરા (જુનાગઢ જી.), જીજ્ઞાબેન પંડ્યા (સુરેન્દ્રનગર), તેજલબેન નાયી (ગાંધીનગર શહેર), ફલજીભાઈ ચૌધરી (બનાસકાંઠા), ડો. હેમરાજભાઈ રાણા (બનાસકાંઠા), પરમજીતકૌર છાબડા (ગાંધીનગર શહેર) અને રમેશભાઈ સોલંકી (મહેસાણા) નો સમાવેશ કરી સંગઠનને આખરી ઓપ અપાયો છે.
૨૬ દિગ્ગજોની વિશેષ આમંત્રિત તરીકે વરણીઃ સંગઠનમાં અનુભવી નેતાઓના માર્ગદર્શન માટે ૨૬ વિશેષ આમંત્રિત સભ્યોની પણ નિમણૂંક કરાઈ છે. જેમાં વજુભાઈ વાળા (રાજકોટ શહેર), રાજેન્દ્રસિંહ રાણા (ભાવનગર શહેર), પરશોત્તમભાઈ રૂપાલા (અમરેલી), આર. સી. ફળદુ (જામનગર જી.), નીતિનભાઈ પટેલ-પૂર્વ નાયબ મુખ્યમંત્રી (મહેસાણા), ભુપેન્દ્રસિંહ ચુડાસમા (અમદાવાદ જી.), સુરેન્દ્રભાઈ પટેલ (કર્ણાવતી), ગોરધનભાઈ ઝડફિયા (કર્ણાવતી), પ્રદિપસિહ જાડેજા (કર્ણાવતી), આઈ. કે. જાડેજા (સુરેન્દ્રનગર), દિલીપભાઈ સંઘાણી (અમરેલી), નરહરિભાઈ અમીન (કર્ણાવતી), રમીલાબેન બારા (સાબરકાંઠા), ભરતસિંહ પરમાર (ભરૂચ), જયસિંહ ચૌહાણ (સાબરકાંઠા), ભગવાનદાસ પંચાલ (ગાંધીનગર શહેર), ચિમનભાઈ સાપરિયા (જામનગર જી.), જયશ્રીબેન પટેલ (મહેસાણા), ભાવનાબેન દવે (ગાંધીનગર શહેર), ઝવેરીભાઈ ઠકરાર (ગીર સોમનાથ), ગોવિંદભાઈ પટેલ (રાજકોટ શહેર), અરજણભાઈ રબારી (કચ્છ), વલ્લભભાઈ કાકડીયા (કર્ણાવતી), સાગરભાઈ રાયકા (મહેસાણા), કાંતિભાઈ ગામીત (તાપી) અને પ્રદિપભાઈ ખીમાણી (જુનાગઢ શહેર) નો સમાવેશ થાય છે.
(11:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
