News of Tuesday, 20th January 2026
અમદાવાદના વટવાનાં વાંદરવટ તળાવમાં મેગા ડિમોલિશન : 400 કાચા-પાકા મકાનો તોડાશે
12 હિટાચી અને 4 JCB મશીનો સાથે કાર્યવાહી. 4 તબક્કામાં ડિમોલિશનની કામગીરી થશે: 6 પોલીસ સ્ટેશનના 500 જેટલા પોલીસકર્મીઓનો પહેરો:300 જેટલા AMCના અધિકારીઓને કામગીરીમાં જોડાયા.

અમદાવાદના વટવાના ઐતિહાસિક અને મહત્વપૂર્ણ ગણાતા વાનર વટ તળાવની આસપાસ થયેલા ગેરકાયદે બાંધકામો અને દબાણો પર મનપાનું બુલડોઝર ફરી રહયું છે આ ઓપરેશનમાં 500 જેટલા પોલીસ કર્મચારીઓ સુરક્ષા કવચ પૂરું પાડશે. આ સાથે જ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિવિધ વિભાગના 300 જેટલા કર્મચારીઓ અને અધિકારીઓ આ કામગીરીમાં સીધા સામેલ થશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ડિમોલેશન માટે જેસીબી, લોડર અને અન્ય ભારે મશીનરીનો કાફલો પણ તૈયાર રાખવામાં આવ્યો છે.
(12:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
