<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 20th January 2026

પોતાની ૭ વર્ષની પુત્રી સાથે દુષ્‍કર્મ :૨૦ વર્ષની સજાનો વોન્‍ટેડ આરોપી સુરત ક્રાઈમ બ્રાન્‍ચે ઝડપી લીધો

નો વોન્‍ટેડ ઇન સુરત સીપીના અભિયાનને સફળ બનાવવા તંદુરસ્‍ત સ્‍પર્ધા; વિક્રમ સર્જક કામગીરી. : જોઇન્‍ટ સીપી , ડીસીપી ક્રાઈમ ભાવેશ રોજિયા ટીમના પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર રઘુરાજસિંહ આઈ જાડેજા સ્‍ટાફને એસીપી કિરણ મોદીના સંકલનમાં મોટી સફળતા

રાજકોટ તા. ર૦: નો વોન્‍ટેડ ઇન સુરત  એ પોલીસ કમિશનર અનુપમસિહ ગેહલોતનું અભિયાન સુરત પોલીસ દ્વારા પ્રત્‍યકે સ્‍ટાફે પોતાનું સમજી ઉપાડી લીધું હોવાથી સુરત સ્‍થાનિક હોય કે pcb/ sog અને ડીસીબી (ક્રાઈમ બ્રાન્‍ચ) સફળતાના શિખરો સીપી, જોઇન્‍ટ સીપી રાઘવેન્‍દ્ર વસ્‍ત, ડીસીપી ભાવેશ રોજિયા અને એસીપી કિરણ મોદીના માર્ગદર્શનમાં હાંસલ કરે છે, તેવામાં વધુ એક સફળતા પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર રઘુરાજસિંહ આઈ જાડેજા તથા સ્‍ટાફને મળી છે.

દરમ્‍યાન એન્‍ટી ઓર્ગેનાઈઝડ ક્રાઈમ સ્‍કોડના પોલીસ માણસોએ અંગત બાતમીદારો મારફતે બાતમી હકીકત મેળવી તે આધારે વરાછા એ.કે.રોડ એકતાનગર પાસેથી પેરોલ જમ્‍પ પાકા કામના કૈદીઃ-પરવેઝ ઉર્ફે પરેશ અનવરઅલી શેખ ઉ.વ.૪૬ હાલ રહેવાસી- ૧૨૮, એક્‍તાનગર, એ.કે.રોડ હિમસન મિલની પાછળ, વરાછા સુરત શહેરને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી આરોપીનો કબજો લાજપોર મધ્‍યસ્‍થ જેલ ખાતે સોંપવા તજવીજ કરેલ છે. તેમ અકિલા સાથેની વાતચીતમાં પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર રઘુરાજસિંહ આઇ જાડેજા જણાવે છે કાર્યવાહી કરી આરોપીનો કબજો લાજપોર મધ્‍યસ્‍થ જેલ ખાતે સોંપવા તજવીજ કરેલ છે. મજકુર પાકા કૈદી નં-૨૪૫૨ પરવેઝ ઉર્ફે પરેશ અનવરઅલી શેખને સેશન્‍સ કેસ નં-૨૪૪/૨૦૨૦ (વરાછા પોલીસ સ્‍ટેશન ફર્સ્‍ટ ગુ.ર.નંબર ૧૮૫૮/૨૦૨૦) ઇ.પી.કો. કલમ-૩૭૬(૨)(એફ), ૩૭૬(એલ),૩૫૪(એ)(બી) તથા પોક્‍સો કલમ- ૪,૫(એલ)(એન),૬, ૮, ૧૦, ૧૨ મુજબના ગુન્‍હા સબબ નામદાર ફા.ટ્રેક. સ્‍પે.કોર્ટ, ત્રીજા અધિક સત્ર ન્‍યાયાલય સુરત દ્રારા તા-૦૩/૦૬/૨૦૨૩ ના રોજ ૨૦ વર્ષની કેદની સજા તથા રૂ.૨૫,૦૦૦/- દંડ બદલ, ૦૬(છ) માસની સજા કરવામાં આવેલ છે. જે ગુનામાં લાજપોર મધ્‍યસ્‍થ જેલમાં પાકા કામના કૈદી તરીકે સજા હેઠળ હતો. હાલ પકડાયેલ પાકા કામના કૈદીનાઓએ પોતાની દીકરી ઉ.વ.૭ વર્ષ ૩ મહિના નાનીને મોબાઇલમાં નગ્ન ફોટા બતાવી કપડા કાઢી બળજબરીથી શારીરિક સંબંધ બાંધી ગુનો આચરેલ.જે ગુનામાં મજકુર આરોપીને પકડી પાડવામાં આવેલ હતો. તેમ પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર રઘુરાજસિંહ આઇ જાડેજા વિશેષમાં જણાવે છે. 

(2:24 PM IST)